ખેડા LCB પોલીસે ઠાસરા નજીકથી રૂ.૪૨ લાખથી વધુનો દારૂ અને આઇસર ઝડપાયું, બે શખ્સની ધરપકડ
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ પો.સ.ઇ. એમ.એચ. રાવલ અને તેમની ટીમે ઠાસરા બસ સ્ટેશન પાસે બાતમીના આધારે વોચ ગોઠવી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે, વિદેશી દારૂ ભરેલી એક આઇસર ગાડી સેવાલીયા તરફથી ઠાસરા તરફ આવવાની છે. આ માહિતીના આધારે, LCB સ્ટાફે ઠાસરાથી સેવાલીયા તરફ, શ્રીરામ પાર્ટી પ્લોટ સામે, હાઇવે ઉપર નાકાબંધી કરી હતી. વોચ દરમિયાન સેવાલીયા તરફથી આવી રહેલી શંકાસ્પદ આઇસર ગાડીને રોડની સાઇડમાં ઊભી રખાવી તપાસ કરવામાં આવી હતી. આઇસરમાં હાજર બે ઇસમો – સાજીદ ગોરા કચરૂ મેવુ રહે, પલવલ, હરિયાણા અને શૈલેષકુમાર નટુભાઇ પરમાર રહે, ઠાસરા. ની પૂછપરછ કરવામાં આવી હતી. આઇસરની તલાશી લેતા, તેમાં કાગળના ભૂસા ભરેલી કોથળીઓની આડમાં સંતાડેલો વગર પાસ પરમીટેનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી બોટલો ૯૩૧૧ નંગ કુલ કિંમત આશરે રૂ.૪૨,૬૯,૬૦૦ આઇસર ગાડી. કિં. આશરે રૂ.૭ લાખ મોબાઇલ ફોન ૦૨ નંગ કિં. આશરે રૂ.૭ હજાર તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ.૪૯,૭૬,૬૦૦ થવા જાય છે. પોલીસે સ્થળ પરથી બંને આરોપીઓની ધરપકડ કરી છે અને આઇસર ગાડીના માલિકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


https://shorturl.fm/x9pT8
https://shorturl.fm/I3hHk