આઇ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે ફતેપુરાના આગેવાનો સહિત કર્મચારીઓએ રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહગાન કર્યું
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

આઇ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે ફતેપુરાના આગેવાનો સહિત કર્મચારીઓએ રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહગાન કર્યું
ઉપસ્થિત સૌએ સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા
ફતેપુરા…. ફતેપુરા આઈ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત આગેવાનો તથા કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમના સમૂહગાન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ આ તકે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા તથા અન્યને આ બાબતે પ્રોત્સાહિત કરવા શપથ ગ્રહણ કર્યા હતા.ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રગીત વંદે માતરમ ૧૫૦ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ માટે ગર્વની ભાવના જાગે તેવા ઉમદા હેતુથી રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી શરદભાઈ ઉપાધ્યાય સરપંચ શ્રી પ્રવીણભાઈ પંચાલ ફતેપુરાના ભાજપના આગેવાનો ડોક્ટર અશ્વિનભાઈ પારગી પંકજભાઈ પંચાલ રિતેશભાઈ કલાલ કપિલભાઈ નાહર તાલુકા ભાજપ પ્રમુખ સહિત હાઈ સ્કૂલના આચાર્ય હેમંતભાઈ પંચાલ શિક્ષક શિક્ષિકાઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા
