દાહોદમાં વધુ ૧૪ કોરોના પોઝીટીવ દર્દીઓ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૪૮૪ ને પાર
અનવરખાન પઠાણ / ગગન સોની
દાહોદ તા.૧૯
દાહોદમાં આજે વધુ ૧૪ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૪૮૪ને પાર થવા પામ્યો છે. આજે ૨૯ લોકોએ હોસ્પિટલમાંથી રજા લેતા એક્ટીવ કેસનો આંકડો ૧૬૪ પર પહોંચ્યો છે.
આજે ૨૨૨ રેપીટ ટેસ્ટ પૈકી ૩ પોઝીટીવ અને ૨૩૮ આરટીપીસીઆર ટેસ્ટ પૈકી ૧૧ એમ કુલ ૧૪ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થયો છે. આ ૧૪ પૈકી ૭ દાહોદના, ગરબાડામાં ૩, દેવગઢ બારીઆ બે, ઝાલોદમાંથી ૧, અને ફતેપુરામાંથી ૧ કેસનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ મૃત્યુઆંકડ ૬૬ પર પહોંચી જવા પામ્યો છે.
આજના ૧૪ કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી (૧) નિતાબેન નિમેશકુમાર પંડ્યા (ઉ.પર રહે. ગોવીંદનગર દાહોદ), (ર) મુસ્તફા શાબ્બીરભાઈ ભાટીયા (ઉ.૩૮ રહે. સૈફી નગર દાહોદ), (૩) રામુભાઈ સેવાભાઈ પ્રજાપતિ (ઉ.પ૪ રહે. મંડાવ રોડ દાહોદ), (૪) ગીતાબેન રામુભાઈ પ્રજાપતિ (ઉ.૪૯ રહે. મંડાવ રોડ દાહોદ), (પ) નિશાબેન મહેશભાઈ પટેલ (ઉ.૩૬ રહે. લક્ષ્મીનગર દાહોદ), (૬) ચોૈધરી પ્રવીણભાઈ અરજનભાઈ (ઉ.ર૭ રહે. પાટીયા પીએચસી ગરબાડા), (૭) દેવડા કમલેશભાઈ ડાયાભાઈ (ઉ.પર રહે. સહકાર નગર દાહોદ), (૮) બારીઆ રાજેશભાઈ રામસીંહ (ઉ.ર૯ રહે. નેલસુર ગામતળ), (૯) અસારી અનવરખાન એસ (ઉ.૪૯ રહે. દે.બારીઆ બસ સ્ટેશન), (૧૦) હઠીલા ગીરીશ એસ (ઉ.૧૭ રહે. રણધીકપુર પોલીસ સ્ટેશન દે.બારીયા), (૧૧) પ્રજાપતિ ભાવેશ કનુભાઈ (ઉ.૩૧ રહે. લીમડી પ્રગતિનગર), (૧ર) મછાર પ્રાકેશભાઈ મલજીભાઈ (ઉ.રપ રહે. નિશાળ ફળીયા વાઘવડલા ફતેપુરા), (૧૩) બામણ મનુભાઈ જેસીંગભાઈ (ઉ.પ૭ રહે. ચંદવાણા ગામતળ દાહોદ), (૧૪) ગોદરીયા મહેશ કનૈયાલાલ (ઉ.૪૮ રહે. કામળીયાવાડ દાહોદ). દાહોદ શહેરમાં કોરોના સંક્રમણ દિવસને દિવસે વધી રહ્યું ત્યારે આ કોરોના સંક્રમણ હવે ગ્રામીણ વિસ્તાર તરફ પણ પગ પેસારો કરી ચુકતા આરોગ્ય તંત્રમાં ચિતાનો માહોલ પણ જાેવા મળી રહ્યો છે.