સુખસર ખાતે ‘જનજાતિય ગૌરવ યાત્રા’નું ભવ્ય સ્વાગત કરાયું.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
*સુખસર ખાતે ‘જનજાતિય ગૌરવ યાત્રા’નું ભવ્ય સ્વાગત કરાયું**
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતીના વર્ષની સમગ્ર દાહોદ જિલ્લામાં ઉજવણી**
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ખેડૂતોના કમોસમી વરસાદથી થયેલ નુકસાની સામે અત્યાર સુધીની સૌથી મોટું ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું – મંત્રીશ્રી રમેશભાઈ કટારા**
પ્રધાનમંત્રીશ્રીનું ૨૦૪૭નું વિકસિત ભારત બનાવવાનું સપનું પૂર્ણ કરવા હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓ અપનાવી દેશને આર્થિક રીતે મદદરૂપ બનીએ – મંત્રીશ્રી પી સી બરંડા**
મંત્રીશ્રી પી સી બરંડા અને મંત્રીશ્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં રમતવીરો, તેજસ્વી તારલાઓ અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રશસ્તિપત્રો આપી સન્માન*ફતેપુરા.
દાહોદ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સુખસર ખાતે જનજાતિય ગૌરવ યાત્રા’નું ભવ્ય સ્વાગત કરી ઝાલોદ, ગૂરૂગોવિંદ લીમડી, દાહોદ ખાતે ગૌરવ યાત્રાનું પહોંચી હતી. સુખસર, ગૂરૂગોવિંદ લીમડી, દાહોદ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં અનેક સમાજસેવકો, વિદ્યાર્થીમિત્રો અને યુવાનો ઉમટ્યા હતા. પરંપરાગત નૃત્ય-ઢોલનગારાથી વાતાવરણ ગૌરવમય બન્યું અને કાર્યક્રમમાં આદિવાસી એકતા અને સંસ્કૃતિનો શક્તિશાળી સંદેશ આપ્યો હતો. મંત્રીશ્રીઓએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવી, પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે જનજાતિ ગૌરવ અને બિરસા મુંડાના ત્યાગને યાદ કરી સૌએ તેમની આદર્શ પ્રેરણાને સલામ કરી હતી. જનજાતિય ગૌરવ યાત્રાના સભા સ્થળો પર આરોગ્ય તપાસ કેમ્પ, સેવાસેતુ, સહિતના અનેક સેવાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લાના વિવિધ સ્થળોએ રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ અને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રીશ્રી પી સી બરંડા અને રાજ્યકક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસર્વધન મંત્રીશ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતીમાં જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.રાજ્ય કક્ષાના મંત્રીશ્રી રમેશભાઇ કટારાએ જણાવ્યું કે, બિરસા મુંડા આદિવાસી સ્વાભિમાનના પ્રતિક છે અને તેમની પ્રેરણા આજની પેઢીને પોતાના હક માટે લડવાની શક્તિ આપે છે. સાથે જ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનજાતિ ગૌરવ દિવસ જાહેર કરીને આદિવાસી સમાજના બલિદાનને સાચું માન આપ્યું છે. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આ વર્ષે જનજાતિ ગૌરવ વર્ષ તરીકે ઉજવાય રહ્યું છે, જે નવી પેઢી માટે પ્રેરણાસ્રોત બનશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, આદિવાસી સમાજને આગળ ધપાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજના દ્વારા વિવિધ ક્ષેત્રે વિકાસલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યાં છે. મંત્રીશ્રી રમેશભાઈ કટારા કહ્યું હતું કે,મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ખેડૂતોના કમોસમી વરસાદથી થયેલ નુકસાની સામે અત્યાર સુધીની સૌથી મોટું ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. દાહોદ જિલ્લાના સહ પ્રભારી મંત્રીશ્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે, ૨૫ વર્ષની યુવાન વયે અંગ્રેજો સામે બાથ ભીડનારા ભગવાન બિરસા મુંડાના ક્રાંતિકારી વિચારોને જન-જન સુધી પહોંચાડવાની આ યાત્રા માત્ર આદિવાસીઓ માટે જ નહીં, પરંતુ દરેક સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લેવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીશ્રીનું ૨૦૪૭નું વિકસિત ભારત બનાવવાનું સપનું પૂર્ણ કરવા આદિવાસી સમુદાય અન્ય સમાજોની સાથે કદમથી કદમ મિલાવી આગળ વધે. સાથે તેમણે હર ઘર સ્વદેશી અપનાવી દેશને આર્થીક રીતે મદદરૂપ બનવા તમામ નાગરીકોને આહ્વાન કર્યું હતું. સાંસદશ્રી જસવંતસિંહ ભાભારે આ પ્રસંગે કહ્યું કે, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે થઈ રહી છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિરસા મુંડાની આગેવાનીમાં આદિજાતિઓના ઐતિહાસિક યોગદાનને આજની પેઢી જાણે અને તેમાંથી રાષ્ટ્રનિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આ વર્ષ “જનજાતીય ગૌરવ વર્ષ” તરીકે ઉજવાઈ રહ્યું છે.સાથે જ સાંસદશ્રીએ કહ્યું હતું કે , કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તમામ ક્ષેત્રે આદિવાસી સમાજને આગળ લાવવા માટે વિકાસલક્ષી કામ કરવામાં આવી રહ્યા છે. છેવાડાના અંતરિયાળ ગામડાઓમાં વીજળી, રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, સહિતની પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. લોકોને રહેવા માટે આવાસ યોજના, આરોગ્ય સારવાર માટે આયુષ્માન કાર્ડ હેઠળ દસ લાખ સુધીની મફત સારવાર આપવામાં આવી રહી છે. આદિવાસીઓના જળ જમીન અને જંગલનો અધિકારી દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નામ નરેન્દ્ર ભાઈ મોદી આપ્યો છે.આ પ્રસંગે દાહોદ જિલ્લા પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, પ્રાયોજન વહિવટદાર દેવેન્દ્રસિંહ મીણા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા, ધારાસભ્યશ્રી મહેશભાઇ ભુરીયા, ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્યશ્રી શૈલેષભાઇ ભાભોર, સહિતના પદાધિકારીઓ, આગેવાનો વહિવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ, સહિત મોટી સંખ્યામાં નાગરીકો જોડાયા હતા.


https://shorturl.fm/aW7CP