બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન
નરેશ ગનવાણી નડિયાદ

તાજેતરમાં, આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સ.બી પટેલ આર્ટસ કોલેજમાં એક વિશેષ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ એ હતો કે માત્ર ૨૫ વર્ષનું આયુષ્ય ભોગવી વિશેષ કર્મો દ્વારા અમરત્વ પ્રાપ્ત કરનાર યુવા ક્રાંતિકારી બિરસા મુંડાજીના જીવનમાંથી આજના વિદ્યાર્થીઓ વિશેષ પ્રેરણા પ્રાપ્ત કરે. આ સ્પર્ધામાં બી.એ. સેમ-૪ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કુલ ૧૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને યુવા ક્રાંતિકારી બિરસા મુંડાજીના જીવન અને કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો અને કાર્યક્રમને રસમય બનાવ્યો હતો. નિર્ણાયકો દ્વારા દરેક વિદ્યાર્થીના વક્તવ્યનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા જાહેર કરાયેલા વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંક: અંશ પટેલ, દ્વિતીય ક્રમાંક: નંદીની તળપદા, તૃતીય ક્રમાંક: વિરલ વાળંદ, વિજેતા બનેલ તમામ વિદ્યાર્થીઓને આચાર્ય પ્રો. ડો. મહેન્દ્રકુમાર દવે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે યુવાઓને રાષ્ટ્રના ઉત્થાન માટે મહાનુભાવોના જીવનમાંથી પ્રેરણા લેવા હાકલ કરી હતી.

