સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં ‘વંદે માતરમ્ @150’ ની ઉજવણી: 51 વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો
નરેશ ગનવાણી નડિયાદ

ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં તાજેતરમાં રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્ @150’ ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે એક આકર્ષક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ ના માધ્યમથી જાગેલી રાષ્ટ્રચેતના અને માતૃભૂમિ માટેના મહિમાને વિદ્યાર્થીઓ જાણે અને સમજે તે હતો. આ સાથે, યુવા પેઢીમાં વિશિષ્ટ કાવ્ય-સાહિત્ય સર્જન પ્રત્યે રસ કેળવવાનો પણ શુભ હેતુ આ આયોજન પાછળ રહેલો હતો. કોલેજના બી.એ. સેમ-૨ અને સેમ-૪ ના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કુલ ૫૧ વિદ્યાર્થીઓએ ભાગ લઈ વંદે માતરમ્ નો ઇતિહાસ અને તેના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય વિશે પોતાના ઐતિહાસિક અને પ્રેરક વિચારો રજૂ કર્યા હતા.
સ્પર્ધામાં નિર્ણાયકની ભૂમિકા ડો. પરવીનબેન મન્સૂરી અને પ્રા. મનીષભાઈ પરમારે નિભાવી હતી.
નિર્ણય બાદ જાહેર કરાયેલા વિજેતા વિદ્યાર્થીઓના નામ નીચે મુજબ છે. પ્રથમ ગોપી ભીમાણી, દ્વિતીય | સેજલ પરમાર, તૃતીય મિત્રરાજ મહિડા અને અંશ પટેલ (સંયુક્ત) કાર્યક્રમનું અધ્યક્ષીય પ્રવચન માનનીય આચાર્ય ડો. મહેન્દ્રકુમાર દવેએ કર્યું હતું, જેમણે વિદ્યાર્થીઓના ઉત્સાહ અને રાષ્ટ્રીય ભાવનાને બિરદાવી હતી.


https://shorturl.fm/dYBc1