નડિયાદ એરીયા કોલેજીસ રીટાયર્ડ સ્ટાફ એસોસીએશનનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

નરેશ ગનવાણી નડિયાદ

કાર્યકૂમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. અવસાન પામેલ સદંગતના આત્માને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી. મંડળના પ્રમુખ પ્રો. અશોકભાઈ પંડયા ધ્વારા ઉપસ્થિત મહેમાનો તથા મંડળના સભ્યોને આવકાર્યા હતાં અને આગામી વર્ષ ૨૦૨૬-૨૭માં મંડળને ૨૫ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ વર્ષની ઉજવણી કરવા અંગે પ્રમુખએ જણાવ્યું હતું. વધુમાં આ મહોત્સવમાં દરેક સભ્યોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી જેમાં કુલ ૧૫૦૦૦૦ થી વધુ દાનની સભ્યોએ જાહેરાત કરી હતી. ઉપસ્થિત રહેલ મહેમાન પ્રિ. વાડીભાઈ પટેલ-પેન્શન સમાજના પ્રમુખ પ્રો. ભરતભાઈ દેસાઈ પેટ્રોન તથા પ્રિ. કે. એલ. રાવનું સુતરની આંટી તથા સાકર અને સ્મૃતિચિહન થી સન્માન કરવામાં આવ્યું હતું. મંડળના નવા જોડાયેલ હાજર સભ્યો સુરેશભાઈ પરમાર, હરિશભાઈ એમ. પારેખ, પ્રવિણભાઈ ગામેતી, પ્રો. કિરિટભાઈ પટેલનું સાકર, ડીરેકટરી તથા પેન્શનના નિયમની બુક થી સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રો. નિખિલભાઈ વૈદ્ય-ઉપપ્રમુખ નું મોમેન્ટો તથા સાકર ધ્વારા મંત્રી હરીશભાઈ પારેખ તથા મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રિ. વાડીભાઈ પટેલ ધ્વારા પ્રાસંગિક ઉદ્દબોધનમાં ચાલુ વર્ષ સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણીમાં સમગ્ર સરદાર પટેલ ની સંક્ષિપ્ત માહિતી આપી હતી. વધુમાં હાજર રહેલા તમામ સભ્યોને ભેટ આપવામાં આવી હતી. અંતમાં આભારવિધિ મંડળના મંતી હરિશભાઈ પારેખ ધ્વારા કરવામાં આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!