દાહોદની લબાના હોસ્પિટલને કોરોનાની સારવાર માટે અપાતી મંજૂરી : કોવિડના દર્દીઓની જરૂરિયતાને ધ્યાને લઇ દાહોદની બીજી ખાનગી હોસ્પિટલને મંજૂરી આપતા કલેક્ટર શ્રી વિજય ખરાડી

દાહોદ નગરમાં કોરોના વાયરસના દર્દીઓની જરૂરિયાતને ધ્યાને રાખીને કલેક્ટર શ્રી વિજય ખરાડી દ્વારા વધુ એક ખાનગી હોસ્પિટલને કોવિડ-૧૯ તરીકે નિયત કરી માન્યતા આપવામાં આવી છે. આ પૂર્વે એલ. ડી. હોસ્પિટલ બાદ આજે લબાના હોસ્પિટલને કોવિડ-૧૯ની ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે નિયત કરવામાં આવશે. અહીં, કોરોનાના દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા દરોથી સારવાર મળશે.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ઉક્ત બાબતની માહિતી આપતા જણાવ્યું કે, કોરોનાના દર્દીઓની આવશ્યક્તાને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. અહીં હાલના તબક્કે ૫ બાઇપેપ સાથે ૨૫ પથારીની સુવિધા છે. જેનો દર્દીઓ ઉપયોગ કરી શકશે. આ બીજી દાહોદની આ બીજી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને સારવાર મળે એ માટે ભારતીય તબીબ સંગઠનની દાહોદ શાખાએ પણ વિશેષ રુચિ દાખવી હતી.
આઇએમએના પ્રમુખ ડો. કેતન પટેલે કહ્યું કે, ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા ઇચ્છતા કોવિડના દર્દીઓને વડોદરા કે અમદાવાદ જવું પડતું હતું. આ બાબતને ધ્યાને રાખી આઇએમએ દ્વારા ડો. વનરાજ હાડા તથા ડો. રવીન્દ્ર સાથે મસલત કરવામાં આવી હતી. ડો. રવીન્દ્રની હોસ્પિટલ નગરની અંદર ગીચ વિસ્તારમાં આવેલી હોવાથી ડો. હાડાની લબાના હોસ્પિટલમાં આ સુવિધા શરૂ કરવાનું નિયત કરવામાં આવ્યું છે. જ્યાં સરકાર દ્વારા નિયત કરવામાં દરોથી કોવિડના દર્દીઓને સારવાર મળી શકશે.
તેમણે એમ પણ કહ્યું કે, આશીર્વાદ હોસ્પિટલમાં ટૂંક સમયમાં કોરોના વાયરસને લગતા એન્ટિ બોડીઝ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ થશે. જેમાં આઇજીએમ એટલે કે, કોરોનાના એક્ટિવ દર્દીઓને તેની કેટલી અસર થઇ છે, તેની જાણકારી આપતા ટેસ્ટથશે. જ્યારે, બીજો આઇજીજી ટેસ્ટ એટલે કે, કોરોના વાયરસ લાગવા બાદ તેમાં ઇમ્યુન સિસ્ટમ ડેવલપ થઇ છે કે કેમ ? એની જાણકારી મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: