લોકડાઉન દરમ્યાન દાહોદ જિલ્લા ભાજપ દ્વારા કરેલ સેવાકિય કાર્યો : સેવા હી સંગઠન ” ઇ – બુકનું લોકાર્પણ તેમજ વર્ચ્યુલ સંવાદ યોજાયો

દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની એક અખબારી નિવેદનમાં જણાવે છે કે કોરોનાની મહામારીમાં લોકડાઉન દરમ્યાન દાહોદ જિલ્લા ભાજપ દ્વારા કરેલ કાર્યોની વિસ્તૃત માહિતી આપતી ઇ-બુક પુસ્તિકા *”સેવાહી સંગઠન”* નું લોકાર્પણ તેમજ *વરચુલ સંવાદ* આજ રોજ પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી સી. કે. પટેલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શંકર ભાઈ અમલિયારની વિશેસ ઉપસ્થિતિ માં યોજાયો હતો. જેમાં ટેકનોલોજીના ઉપયોગથી જિલ્લાના સૌ કાર્યકર્તાઓ જોડાયા હતા.
ભાજપ હમેશા રાજનીતિ થી ઉપર ઉઠી લોકસેવા માં માનનારો પક્ષ છે ત્યારે કોરોનની મહામારીમાં લોકડાઉન દરમ્યાન ભાજપના સૌ કાર્યકરો તેમજ સેવાભાવી સંસ્થાઓએ માસ્ક-સેનીટાઈઝર વિતરણ , ભુખ્યાને ભોજન ,જરૂરિયાત મંદોને રાશનકીટ વિતરણ , ફૂડપેકેટો , ટીફીનસેવા , આયુર્વેદિક ઉકળાનું વિતરણ , પોતાના વતન તરફ જતા શ્રમિકોને ચમ્પલ ,ભોજન , રોકડ સહાય , પી. એમ.કેર ફંડમાં ઉદાર હાથે સહાય જેવા અનેકો કાર્યો તેમજ સેવાભાવી સંસ્થાઓએ કરેલ કાર્યોની નોંધ આ ઇ-બુકમાં સામેલ કરવામાં આવી છે.
આ અંગે વર્ચ્યુઅલ સંવાદમાં ઉપસ્થિત વક્તા પ્રદેશમ મહામંત્રી શ્રી સી.કે. પટેલે પ્રધાનમંત્રી ના જીવન વિશે વક્તવ્ય આપી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન આંનદભાઈ શાહ, અલય દરજીએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!