થર્ટી ફર્સ્ટ પૂર્વે ઝાલોદ પોલીસની કડક કાર્યવાહી9.07 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો.

થર્ટી ફર્સ્ટ પૂર્વે ઝાલોદ પોલીસની કડક કાર્યવાહી9.07 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો

, ડમ્પર ચાલક અંધારાનો લાભ લઈ ફરારપંકજ પંડિતતાલુકો : ઝાલોદજિલ્લો : દાહોદથર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે વિદેશી દારૂના ગેરકાયદેસર વેપાર સામે ઝાલોદ પોલીસે કડક કાર્યવાહી કરી મોટી સફળતા મેળવી છે. ઝાલોદ પોલીસે રાજસ્થાન તરફથી લવાતો અંદાજે 9,07,896 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જ્યારે ડમ્પર ચાલક રાત્રીના અંધારાનો લાભ લઈ ફરાર થવામાં સફળ રહ્યો હતો.ડી.વાય.એસ.પી.ના આદેશથી બુટલેગરો પર કડક નજરઝાલોદ ડિવિઝનના ડી.વાય.એસ.પી. શ્રી ડી.આર. પટેલ દ્વારા થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખી વિદેશી દારૂનો ગેરકાયદેસર વેપાર કરતા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સૂચનાઓના અનુસંધાને પી.આઈ. શ્રી રવિ ગામીત દ્વારા ઝાલોદ પોલીસની અલગ અલગ ટીમો રચી સતત વોચ રાખવામાં આવી રહી હતી.રાજસ્થાન તરફથી આવતું ડમ્પર પકડાયુંઆ દરમ્યાન તા. 19-12-2025ના રોજ રાત્રીના અંદાજે 11:00 વાગ્યે, રાજસ્થાનના ડુંગરા તરફથી એક ડમ્પર વિદેશી દારૂ લઈને આવી રહ્યું હોવાની બાતમી ડી.વાય.એસ.પી.ને પ્રાપ્ત થઈ હતી. આ આધારે ઝાલોદ પોલીસે સંભવિત માર્ગો પર વોચ ગોઠવી હતી.જ્યારે RJ-27-GC-0873 નંબરનું ડમ્પર આવતા પોલીસ દ્વારા દૂરથી રોકવાનો ઇશારો કરવામાં આવ્યો હતો, ત્યારે ડમ્પર ચાલકે પોલીસને જોઈ રાત્રીના અંધારાનો લાભ લઈ વાહન છોડીને ફરાર થઈ ગયો હતો.118 પેટી વિદેશી દારૂ જપ્તપોલીસ દ્વારા ડમ્પરની તપાસ કરતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ડમ્પરમાંથી 118 પેટી, જેમાં કુલ 4272 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. ઝાલોદ પોલીસ સ્ટેશને લાવી ગણતરી કરતાં વિદેશી દારૂની અંદાજિત કિંમત ₹9,07,896 અને ડમ્પરની કિંમત ₹10,00,000 ગણવામાં આવી હતી.આ રીતે કુલ ₹19,07,896 રૂપિયાનું મુદ્દામાલ ઝાલોદ પોલીસે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.બુટલેગરોમાં ફફડાટઝાલોદ પોલીસની આ સરાહનીય કામગીરીને કારણે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે વિદેશી દારૂ ઘુસાડનાર બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા ફરાર ડમ્પર ચાલકની શોધખોળ તથા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

3 thoughts on “થર્ટી ફર્સ્ટ પૂર્વે ઝાલોદ પોલીસની કડક કાર્યવાહી9.07 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!