જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિજય ખરાડીએ ઇવીએમ-વીવીપેટ વેરહાઉસનું ત્રિમાસિક નિરીક્ષણ કર્યું

દાહોદ તા.૨૨
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિજય ખરાડીએ આજ રોજ જિલ્લા સેવા સદન ખાતે આવેલા ઇવીએમ-વીવીપેટ વેરહાઉસનું આંતરિક ત્રિમાસિક નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરશ્રીએ વેરહાઉસ ખાતે સીસીટીવી કેમેરા યોગ્ય રીતે ચાલી રહ્યાં છે કે નહિ ? સીલબંઘ કરવામાં આવતા તાળા, વેરહાઉસની સુરક્ષાવ્યવસ્થા વગેરેનું જાતે નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા નિયમિત રીતે ઇવીએમ વીવીપેટ વેરહાઉસનું કવાર્ટરલી નિરીક્ષણ કરવામાં આવે છે.
#Sundhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: