દાહોદમાં આજે વધુ ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૫૫૫ને પાર
અનવરખાન પઠાણ / ગનન સોની
દાહોદ તા.૨૫
દાહોદમાં આજે વધુ ૧૨ કોરોના પોઝીટીવ કેસો નોંધાતા દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૫૫૫ ને પાર પહોંચી ગયો છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી ૬૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આજે આર.ટી.પી.સી.આર.ના ૨૪૫ પૈકી ૪ અને રેપીટ ટેસ્ટના ૨૧૯૩ પૈકી ૮ મળી કુલ ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થયો છે જેમાં દાહોદમાંથી ૬, દેવગઢ બારીઆમાંથી ૧, ઝાલોદમાંથી ૪ અને સંજેલીમાંથી ૧ દર્દીનો સમાવેશ થાય છે. આજે વધુ ૧૬ લોકોએ કોરોના સામે જંગ જીતતા એક્ટીવ કેસની સંખ્યા ૧૨૪ રહેવા પામી છે.
#Sindhuuday Dahod