દાહોદમાં આજે વધુ ૧૫ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૫૭૦ને પાર
દાહોદ તા.૨૬
અનવરખાન પઠાણ / ગગન સોની
દાહોદમાં આજે વધુ ૧૫ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૫૭૦ ને પાર પહોંચી ગયો છે. એક્ટીવ કેસ ૧૨૭ રહેવા પામ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના આંકડાઓમાં વધારો તેમજ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
આજે ૨૬૮ આરટીપીસીઆઈના ટેસ્ટ પૈકી ૯ અને રેપીટ ટેસ્ટના ૧૫૭૦ પૈકી ૬ મળી કુલ ૧૫ કોરોના પોઝીટીવ દર્દીઓનો વધુ સમાવેશ થયો છે. આજે ૧૨ લોકોએ કોરોના સામે જંગ જીતી એક્ટીવ કેસો ૧૨૭ રહેવા પામ્યા છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી ૬૯ લોકોના મોત નીપજ્યાં છે ત્યારે આજે આવેલા ૧૫ દર્દીઓ પૈકી દાહોદના ૬, ગરબાડામાંથી ૩, લીમખેડામાંથી ૧ દર્દીઓનો સમાવેશ થાય છે.
#Sindhuuday Dahod