દાહોદમાં આજે વધુ ૧૩ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૫૭૬ ને પાર પહોંચી ગયો છે. એક્ટીવ કેસ ૧૪૪ રહેવા પામ્યા છે.

અનવરખાન પઠાણ / ગગન સોની

દાહોદ તા.૨૮

દાહોદમાં આજે વધુ ૧૩ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૫૭૬ ને પાર પહોંચી ગયો છે. એક્ટીવ કેસ ૧૪૪ રહેવા પામ્યા છે. આમ, કોરોના સંક્રમણનો પ્રકોપ મંથરગતિએ આગળ વધી રહ્યો છે.

આરટીપીસીઆરના ૨૩૯ પૈકી ૯ અને રેપીટ ટેસ્ટના ૫૪૯ પૈકી ૪ એમ કુલ ૧૩ કોરોના પોઝીટીવ દર્દીઓનો વધુ સમાવેશ થતાં દાહોદ જિલ્લામાં હવે એક્ટીવ કેસની સંખ્યા ૧૧૪ રહેવા પામી છે. આજે વધુ ૧૫ લોકોએ કોરોનાને મ્હાત આપતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે આજે આ ૧૩ કોરોના પોઝીટીવ કેસો પૈકી દાહોદમાંથી ૭, દેવગઢ બારીઆમાંથી ૧, ધાનપુરમાંથી ૧, ગરબાડામાંથી ૩, લીમખેડામાંથી ૧ દર્દીનો સમાવેશ થાય છે અત્યાર સુધી કોરોનાથી ૬૯ લોકોએ પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: