દાહોદમાં વધુ ૦૬ કોરોના પોઝીટીવ કેસો સાથે દાહોદ જિલ્લામં કોરોનાનો કુલ આંકડો ૧૫૯૬ને પાર
અનવરખાન પઠાણ / ગગન સોની
દાહોદ તા.૩૦
દાહોદમાં આજે વધુ ૦૬ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૫૯૬ ને પાર થવા પામ્યો છે અત્યાર સુધી કોરોનાથી ૬૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે છેલ્લા બે દિવસથી કોરોના પોઝીટીવના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં મહદઅંશે જિલ્લાવાસીઓએ રાહતનો દમ લીધો છે.
આજે ૨૭૮ આરટીપીસીઆર ટેસ્ટમાંથી ૫ અને રેપીટ ટેસ્ટના ૩૧૯માંથી ૧ એમ કુલ મળી ૦૬ કોરોના પોઝીટીવ કેસો નોંધાયો છે. આ ૦૬માંથી દાહોદમાંથી ૨, ઝાલોદમાંથી ૧, ગરબાડામાંથી ૨ અને ધાનપુરમાંથી ૧ દર્દીનો સમાવેશ થાય છે. આજે વધુ ૧૩ લોકોએ કોરોના સામે જંગ જીતતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને એક્ટીવ કેસ ૯૪ રહેવા પામ્યા છે.