દાહોદના નેહરૂ યુવા કેન્દ્ર અને આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે હિન્દી પખવાડિયા અંતર્ગત વેબિનાર યોજાયો
દાહોદ તા.૩૦
નેહરૂ યુવા કેન્દ્ર દાહોદ અને આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલય દાહોદના સંયુક્ત ઉપક્રમે હિન્દી પખવાડિયા અંતર્ગત વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦ થી વધુ યુવાનોએ ભાગ લઇ હિન્દી ભાષાને વેગ આપવા માટે વક્તવ્ય અને કવિતા પઠન કરવામાં આવ્યું હતું. વેબિનારને સફળ બનાવવા માટે મુખ્ય મહેમાન તરીકે આણંદના ડૉ. દિનેશ પટેલ, નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ગાંધીનગરના ઉપનિર્દેશક શ્રી શિવદયાલ શર્મા અને ભારતીય વિચાર મંચના રાધેશ્યામ યાદવ ઉપસ્થિત રહ્યાં હતા. નેહરુ યુવા કેન્દ્ર દાહોદના જિલ્લા યુવા અધિકારી શ્રી અજીત જૈનના માર્ગદર્શન હેઠળ આ વેબિનાર યોજાયો હતો.
#Sindhuuday Dahod