દાહોદમાં આજે વધુ ૧૧ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૬૧૭ને પાર
અનવરખાન પઠાણ / ગગન સોની
દાહોદ તા.૦૩
દાહોદમાં આજે વધુ ૧૧ કોરોના પોઝીટીવ દર્દીના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૬૧૭ને પાર થવા પામ્યો છે અને એક્ટીવ કેસની સંખ્યા ૮૩ ઉપર પહોંચી છે.
દાહોદમાં આજે આરટીપીસીઆરના ૩૧૫ પૈકી ૪ અને રેપીટ ટેસ્ટના ૧૫૫૨ પૈકી ૭ એમ કુલ મળી આજે ૧૧ કોરોના પોઝીટીવ દર્દીનો સમાવેશ થયો હતો આ સાથે કુલ આંકડો ૧૬૧૭ ને પાર થયો છે. આજે વધુ ૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાતા એક્ટીવ કેસની સંખ્યા ૮૩ રહેવા પામી છે ત્યારે બીજી તરફ અત્યાર સુધી કોરોનાથી ૭૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લામાં કોરોનાનો આંકડો ઉતાર ચઢાવ સાથે આગળ વધી રહ્યો છે.
#Sindhuuday Dahod

