દાહોદ શહેરના રેલવે કારખાનામાં કામ કરતા રેલવે કર્મચારીએ તેના સાથી કર્મીને અંગત અદાવતે ચાકુ જેવા તીક્ષણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી દેતા રેલવે તંત્ર સહીત કારખાના વિસ્તારમાં ખળભળાટ
દાહોદ તા.05
દાહોદ શહેરના રેલવે કારખાનામાં કામ કરતા રેલવે કર્મચારીએ તેના સાથી કર્મીને અંગત અદાવતે ચાકુ જેવા તીક્ષણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી દેતા રેલવે તંત્ર સહીત કારખાના વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાથમીક તબક્કે અને થતી ચર્ચાઓ પ્રમાણે જાણવા મળ્યા અનુસાર, પત્ની જોડે આડા સંબંધના લીધે હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે વધુમાં જાણવા મળ્યા અનુસાર, આરોપી હત્યા કર્યા બાદ પોતે જ પોલીસ સ્ટેશને હાજર થઈ જતાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને આ સંબંધે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી આ બનાવ સંદર્ભે હત્યાનું સાચું કારણ શું હોઈ શકે તે તરફ પણ તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીની પુછપરછ કરી રહી છે.
આજરોજ દાહોદ શહેરના પરેલ સાત રસ્તા પર સ્થિત રેલવે કારખાનામાં સેકન્ડ ગ્રેડમાં ડ્રિલર નોકરી કરતા અને ત્રણ રસ્તા રેલવે કોલોનીના રહેવાસી સરબજીત યાદવ અને તેના સાથી રેલ કર્મી અને ધોબીઘાટના રહેવાસી પપ્પુ ઉર્ફે ટીટોડી સાથે કોઈક અંગત અદાવતને લઇ ઉગ્ર બોલાચાલી થઇ હતી જેના પરિણામ સ્વરૂપ પપ્પુ ઉર્ફે ટીટોડી નામના રેલ કર્મીએ સરબજીત યાદવ નામક રેલ કર્મીને ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી પાંચથી છ જેટલાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો જોકે મરણજનાર સરબજીતનું પપ્પુ ઉર્ફે ટીટોડીની પત્ની જોડે આડા સબંધ હોવાથી તેણે લઇ પપ્પુ ઉર્ફે ટીટોડીએ આયોજન પૂર્વક સરબજીતને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું છે. જોકે આ સમગ્ર હત્યા મામલે માત્ર પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું નહિ પણ કોઈ મોટી રકમની લેવડ દેવડ હોવાનું પણ ફ્રીલેન્ડ ગંજ વિસ્તારના અંતરંગ વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે જો એ દિશામાં પણ તપાસ હાથ ધરાય તો ચોંકાવનારી હકીકત બહાર આવવાની સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે.આ હત્યા પ્રકરણ આવનારા સમયમાં કેવો વળાંક લેશે તે કહેવું હાલ મુશ્કેલ લાગી રહ્યું છે.
બોક્સ ૧ ઃ-
પપ્પુ ઉર્ફે ટીટોડીએ ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી પાંચથી છ જેટલાં ઘા મારી હત્યા કરી ઃ આરોપી પોલિસ મથકે હાજર થયો
પપ્પુ ઉર્ફે ટીટોડીની પત્ની જોડે પ્રેમ પ્રકરણ ચલાવનારા સરબજીત યાદવ વચ્ચે આજરોજ રેલવે કારખાનામાં ખૂની ખેલ ખેલાયો હતો.જેમાં પપ્પુભાઈએ સરબજીતને ચપ્પુ જેવા મારક હથિયાર વડે કમરના ભાગે ત્રણ બે પગ એક હાથ અને એક ખબાના ભાગે જીવલેણ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.અને ત્યારબાદ હત્યા કરનાર પપ્પુ જાતે પોલિસ મથકે હાજર થઇ ગયો હતો.
બોક્સ ૨ ઃ-
દાહોદ ટાઉન પોલિસ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં જોતરાઈ
રેલવે કારખાનામાં ખેલાયેલા ખૂની ખેલની જાણકારી દાહોદ પોલીસને કરાતા નવનિયુક્ત આઇપીએસ શેફાલી બરવાલ ટાઉન પી.આઈ વસંત પટેલ સહિતનો પોલિસ જવાનોનો કાફલો રેલવે કારખાનામાં પહોંચી ગયો હતો. અને ક્રાઇમ સીન પર પહોંચી લાશનો કબ્જો મેળવી પીએમ માટે રેલવે મેન હોસ્પીટલ ખાતે મોકલી દીધો હતો.અને કાગળિયા કરી તીક્ષ્ણ હથિયારને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
બોક્સ ૩ ઃ-
પ્રેમ સંબંધમાં ઘટનાને અંજામ આપ્યો હોવાની આશંકા ઃ- ટાઉન પી.આઇ વસંત પટેલ
રેલવે કારખાનામાં રેલ કર્મીમાં હત્યા કરી હોવાની ઘટનાને લઇ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક જાણકારીઓ અનુસાર મરણજનાર રેલ કર્મીનું સાથી રેલ કર્મીની પત્ની જોડે પ્રેમ સબંધ હતો. જેને લઈને આ હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. હાલ આરોપી પોલિસ મથકે હાજર થઇ ગયો છે. અમે લાશનો કબ્જો મેળવી પી.એમ માટે મોકલી આપ્યો છે. અને આગળની તપાસ ચાલુ છે.
#Sindhuuday Dahod

