દાહોદમાં આજે વધુ ૧૦ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૬૩૦ને પાર
અનવરખાન પઠાણ / ગગન સોની
દાહોદ તા.05
દાહોદમાં આજે વધુ 10 કોરોના પોઝીટીવ દર્દીના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1630 ને પાર થવા પામ્યો છે અને એક્ટીવ કેસની સંખ્યા 76 ઉપર પહોંચી છે.
દાહોદમાં આજે આરટીપીસીઆરના 320 પૈકી 07 અને રેપીટ ટેસ્ટના 980 પૈકી 03 એમ કુલ મળી આજે 10 કોરોના પોઝીટીવ દર્દીનો સમાવેશ થયો હતો આ સાથે કુલ આંકડો 1630 ને પાર થયો છે. આજે વધુ 10 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાતા એક્ટીવ કેસની સંખ્યા 76 રહેવા પામી છે ત્યારે બીજી તરફ અત્યાર સુધી કોરોનાથી ૭૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લામાં કોરોનાનો આંકડો ઉતાર ચઢાવ સાથે આગળ વધી રહ્યો છે.
#Sindhuuday Dahod