દેવગઢ બારીઆ અને ફતેપુરા તાલુકામાંથી એમ બે જગ્યાએથી પોલીસે કુલ રૂ.૧,૨૦,૨૦૫ ના વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે

દાહોદ તા.૧
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ અને ફતેપુરા તાલુકામાંથી એમ બે જગ્યાએથી પોલીસે કુલ રૂ.૧,૨૦,૨૦૫ ના વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે પોલીસે ત્રણ વ્યÂક્તઓની અટક કર્યાનુ તેમજ એક ફોર વ્હીલર ગાડી જપ્ત કર્યાનું જાણવા મળે છે.
પ્રોહીનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ગામે આવેલ ટોલનાકા પાસે બનવા પામ્યો હતો જેમાં પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગતરોજ ઉપરોક્ત ભથવાડા ટોલનાકા ખાતે નાકાબંધી કરી આવતા જતા નાના મોટા તમામ વાહનોની તલાસી હાથ ધરતા હતા તે સમયે ત્યાથી બાતમીમાં દર્શાવેલ એક હ્યુન્ડાઈ ફોર વ્હીલર ગાડી પસાર થતા પોલીસ સાબદી બની હતી અને નજીક આવતાની સાથે જ ગાડી ઉભી રખાવી અંદર તલાસી લેતા તેમાંથી બીયરની બોટલો નંગ.૨૬૪ જેની કુલ કિંમત રૂ.૬૪,૧૧૦ ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીમાં સવાર ગજેન્દ્રભાઈ દાડમચંદ સુથાર(રહે.ઝાડોલ,જિ.ઉદયપુર(રાજસ્થાન) અને વિનુ વ્યાસ(રહે.અમદાવા) એમ બંન્ને જણાની અટક કરી દેવગઢ બારીઆ પોલીસે ઉપરોક્ત બંન્ને વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો બીજા બનાવ ફતેપુરા તાલુકાના ફતેપુરા તાલુકાના આફવા ગામે બનવા પામ્યો હતો જેમાં પોલીસને મળેલ બાતમીના આધારે આફવા ગામે રહેતા રાજેન્દ્રકુમાર મોહનલાલ કલાલના રહેણાંક મકાનમાં ગતરોજ પ્રોહી રેડ કરતાં તેના મકાનમાંથી વિદેશી દારૂના ક્વાટરીયા તથા બીયરની બોટલો મળી કુલ રૂ.૫૬૦૯૫ નો પ્રોહી જથ્થા જપ્ત કરી રાજેન્દ્ર મોહનલાલ કલાકની અટક કરી સુખસર પોલીસે તેની વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!