કોરોના મહામારીને ધ્યાનમાં રાખી દાહોદના દેસાઇવાડ ખાતેના સંસ્કાર કેન્દ્રએ વર્ષોથી શ્રી દશનામી વણિક સમાજ દ્વારા યોજતા ગરબા મોકુફ નવરાત્રી પર્વ દરમિયાન માતાજીની આરાધના ઘરે રહીને કરવા શ્રી સ્વપ્નિલ દેસાઇની સલાહ

દાહોદમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જિલ્લાના મોટા ગરબા આયોજકોથી લઇને જે તે સોસાયટી કે શેરી ગરબાનું આયોજન કરનારા લોકો સ્વૈચ્છિક રીતે ગરબાનું આયોજન મોકુફ રાખી રહ્યાં છે. દાહોદના દેસાઇવાડ ખાતે આવેલા સંસ્કાર કેન્દ્ર ખાતે વર્ષોથી શ્રી દશનામી વણિક સમાજ દ્વારા યોજવામાં આવતા ગરબાને આ વર્ષે મુલત્વી રાખવામાં આવ્યા છે.
અહીંના સંસ્કાર કેન્દ્રના કાર્યકતા શ્રી સ્વપ્નિલ દેસાઇ જણાવે છે કે, શ્રી દશનામી વણિક સમાજ યુવા ગ્રુપ દ્વારા વર્ષોથી અહીંના સંસ્કાર કેન્દ્ર ખાતે યોજવામાં આવતા નવરાત્રી મહોત્સવનું આયોજન આ વર્ષે કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાને લઇને સર્વાનુમતે રદ કરવામાં આવ્યું છે. દાહોદના અન્ય ગરબા આયોજકોને પણ નમ્ર વિનંતી છે કે કોરોના સંક્રમણથી આપણી અને આપણા પરીજનોની રક્ષા માટે નવરાત્રીનું આયોજન રદ કરવામાં આવે તે આપણા સૌના હિતમાં રહેશે.
કોરોના મહામારીને ધ્યાને રાખીને આ વર્ષે આપણે ગણેશ ચર્તુથી, જન્માષ્ટમી જેવા તહેવારોને ઘરે રહીને જ ઉજવ્યા છે. નવરાત્રી પર્વ પણ આપણે ઘરે રહીને જ ઉજવીએ અને માતાજીની આરાધના ઘરે રહીને જ કરીએ તો કોરોનાને આપણા જિલ્લાથી દૂર રાખવામાં આપણે નક્કી સફળતા મેળવીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: