દાહોદમાં વધુ પાંચ કોરોના દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૬૬૨ને પાર

અનવરખાન પઠાણ / ગગન સોની

દાહોદ તા.૦૯

દાહોદમાં આજે વધુ ૫ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે કુલ આંકડો ૧૬૬૨ને પાર થવા પામ્યો છે ત્યારે આજે વધુ ૨ દર્દીઓએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવતાં દાહોદ જિલ્લામાં મૃત્યુઆંક૭૩ ને પાર થયો છે.

આરટીપીસીઆના ૨૫૪માંથી આજે એકેય કેસ પોઝીટીવ નોંધાયો નથી ત્યારે રેપીટ ટેસ્ટના ૫૧૫ પૈકી ૫ કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યા છે આ ૫ પૈકી દાહોદમાંથી ૧, ઝાલોદમાંથી ૧, દેવગઢ બારીઆમાંથી ૧, ફતેપુરામાંથી ૧ અને સંજેલીમાંથી ૧ કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૧૦ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાતા એક્ટીવ કેસની સંખ્યા ૬૮ રહેવા પામી છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!