દાહોદમાં વધુ ૦૯ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે કુલ આંકડો ૧૬૮૨ને પાર
અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી
દાહોદ તા.૧૨
દાહોદામં આજે વધુ ૦૯ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૬૮૨ ને પાર થવા પામ્યો છે ત્યારે અત્યાર સુધી કોરોનાથી ૭૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લામાં મંથરગતિએ કોરોના સંક્રમણનો પ્રકોપ યથાવત્ રહેવા પામ્યો છે.
આજે આર.ટી.પી.સી.આર.ના ૨૬૦ પૈકી ૮ અને ૧૪૨૫ પૈકી ૧ એમ કુલ ૦૯ કોરોના પોઝીટીવ દર્દીઓ સામે આવ્યા છે જેમાં દાહોદમાંથી ૪, ઝાલોદમાંથી ૧, દેવગઢ બારીઆમાંથી ૧ અને સંજેલીમાંથી ૦૩ દર્દીનો સમાવેશ થાય છે. આજે વધુ ૦૩ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાતા એક્ટીવ કેસની સંખ્યા ૭૧ રહેવા પામી છે.
#Sindhuuday Dahod