પોલીસ સ્મૃતિ દિવસ નિમિતે આગામી તા.૨૪ ઓક્ટોબરે જિલ્લા તાલીમ કેન્દ્ર, પોલીસ હેડકવાર્ટર, દાહોદ ખાતે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

દાહોદ તા.૧૩
વર્ષ ૧૯૫૯ના ઓક્ટોબરમાં તિબ્બત બોર્ડર પર ચીની સૈનિકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં પોલીસ જવાનો પણ શહીદ થયાં હતા. એ ઘટનાની યાદમાં દરવર્ષે પોલીસ સ્મૃતિ દિવસ- Police Commemoration Day ઉજવવામાં આવે છે. દાહોદમાં પણ આ નિમિતે દાહોદ જિલ્લા પોલીસ અને નેહરૂ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન આગામી તા. ૨૪ ઓક્ટોબરના રોજ સવારના ૧૧.૩૦ વાગ્યે જિલ્લા તાલીમ કેન્દ્ર, પોલીસ હેડકવાર્ટર, દાહોદ ખાતે કરવામાં આવ્યું છે.
આ વકતૃત્વ સ્પર્ધાનો વિષય રાષ્ટ્ર નિર્માણમાં પોલીસની ભૂમિકા રાખવામાં આવ્યો છે. ૧૫ વર્ષથી વધુ ઉંમરના યુવાનો આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૨૧ ઓક્ટોબર સુધીમાં ઉક્ત વિષય પર ૧ મિનિટનો વિડિયો શૂટ કરીને કયુઆર કોડ સ્કેન કરી વોટસ અપ નંબર ૨૬૭૩૨૪૦૦૩૦ પર મોકલવો. યોગ્ય જણાયેલા ૨૦ વક્તાઓને હરીફાઇમાં બોલાવવામાં આવશે. દાહોદ તાલુકા સિવાયના સ્પર્ધકો લાઇવ વિડિયો કોલથી પણ ભાગ લઇ શકશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર ઉપરાંત પ્રથમ ત્રણ સ્પર્ધકોને ઇનામ પણ આપવામાં આવશે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: