જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા રાજ્ય વ્યાપી જિલ્લા કક્ષાનો ઓનલાઇન ઔદ્યોગિક ભરતીમેળો, એપ્રન્ટિસશીપ મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે ઉમેદવારો માટે ગુગલમીટ એપ ઓનલાઇન રાજ્ય વ્યાપી જીલ્લાકક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો, એપ્રન્ટિસશીપ મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર નું આયોજન કરેલ છે.જેમાં ઉમેદવારોને ઓનલાઇન સ્વરોજગાર યોજના અંગેનું માર્ગદર્શન મળશે તેમજ ખાનગી ક્ષેત્રમાં રોજગારી તેમજ એપ્રેન્ટીસશીપ માટે ધો.૧૦ પાસ, ૧૨ પાસ આઈ.ટી.આઈ, ડિપ્લોમા (ઇલેક્ટ્રીક, મિકેનિકલ, આટોમોબાઇલ), ગ્રેજ્યુએટ, બી.એસ.સી નર્સિંગ, જી.એન.એમ અનુભવી, બિન-અનુભવી લાયકાત ધરાવતા ઉમેદવારો ને તક પૂરી પાડવામાં આવશે. આ ભરતીમેળામાં દાહોદ જિલ્લાના, હાલોલ, અમદાવાદ, વડોદરા, આણંદ જિલ્લા નોકરીદાતા દ્વારા જુનિયર સેલ્સ ટેલી કોલર, કસ્ટમર કેર એક્ઝીક્યુટીવ, નર્સ, લાઈન ઓપરેટર/અસેમ્બ્લી ઓપરેટર વગેરે જગ્યાઓ માટે ઉપરોકત જણાવેલ અભ્યાસ ધરાવતા મહિલા તથા પુરુષ ૧૮ થી ૩૫ વર્ષ વય મર્યાદા ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉકત રાજ્ય વ્યાપી જિલ્લા કક્ષાનાના ગુગલમીટ એપ માધ્યમથી ઓનલાઇન રોજગાર ભરતી મેળામાં મોટી સંખ્યામાં લાભ લેઇ શકાય છે. ઉપરોક્ત ભરતીમેળામાં ભાગ લેવા ગૂગલમીટ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત છે. ઓનલાઇન ભરતીમેળામાં જોડાવવામાટેની લિંક: https://meet.google.com/oox-tchv-qbc.
#Sindhuuday Dahod