દાહોદમાં વધુ 06 કોરોના દર્દીઓના સમાવેશ સાથે કુલ આંકડો 1695 ને પાર
દાહોદ તા.14
દાહોદમાં આજે વધુ 06 કોરોના દર્દીઓના સમાવેશ સાથે કુલ આંકડો 1695 ને પાર થયો છે ત્યારે અત્યાર સુધી કોરોનાથી ૭૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હાલ એક્ટીવ કેસોની સંખ્યા ૬૯ રહેવા પામી છે.
આર.ટી.પી.સી.આર.ના 201 પૈકી બે અને રેપીટ ટેસ્ટના 1333 પૈકી 04 કોરોના પોઝીટીવ કેસો નોંધાવા પામ્યા છે. આ પૈકી દાહોદમાંથી 05 અને દેવગઢબારિયા માંથી એક કેસ નો સમાવેશ થાય છે. આજે વધુ 06 દર્દીઓએ કોરોના સામે જંગ જીતતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
#Sindhuuday Dahod

