દાહોદમાં આજે વધુ ૭ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૭૦૨ ને પાર

દાહોદ તા.૧૫

દાહોદમાં આજે વધુ ૭ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૭૦૨ ને પાર પહોંચી ગયો છે. દાહોદ જિલ્લામાં મંથર ગતિએ કોરોના સંક્રમણ વધી રહ્યો છે ત્યારે આરોગ્ય તંત્રની સઘન કામગીરીના પગલે છેલ્લા મહિનાઓથી કોરોના કેસોમાં વધતી સંખ્યામાં ઘટાડો અને સાજા થતાં દર્દીઓની સંખ્યમાં વધારો નોંધાવા પામ્યો છે.

આર.ટી.પી.સી.આર. ટેસ્ટના ૩૦૫ પૈકી પાંચ અને રેપીટ ટેસ્ટના ૧૨૩૦ પૈકી ૪ એમ કુલ મળી આજે ૦૭ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. આ સાત પૈકી દાહોદમાંથી ૪, ઝાલોદમાંથી ૧, દેવગઢ બારીઆમાંથી ૧ અને ફતેપુરામાંથી ૧ દર્દીનો સમાવેશ થાય છે. આજે વધુ ૮ દર્દીઓએ કોરોના સામે જંગ જીતતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને હવે એક્ટીવ કેસ ૬૮ રહેવા પામ્યા છે ત્યારે બીજી તરફ અત્યાર સુધી કોરોનાથી ૭૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!