દાહોદના રેલ્વે બ્રીજ નજીક જ મહિલાએ બાળકને જન્મ આપ્યો
દાહોદ તા.૧
દાહોદ શહેરના ગલાલીયાવાડ વિસ્તારમાં રહેતી એક ગર્ભવતી મહિલાને પ્રસુતિનો દુઃખાવો ઉપડતા પરિવારજનો દ્વારા દાહોદ સરકારી દવાખાને લઈ જવાની તજવીજ હાથ ધરતા રસ્તામાં દાહોદના રેલ્વે બ્રીજ નજીક જ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને આ બાબતની જાણ રેલ્વે હોÂસ્પટલ તબીબને થતાં સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મહિલાને હોÂસ્પટલ ખાતે લઈ જઈ પ્રાથમીક સારવાર આપ્યા બાદ સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી જ્યા મહિલા અને બાળક બંન્નેની તબીયત સારી હોવાનુ જાણવા મળે છે.
દાહોદ શહેરમાં ગલાલીયાવાડ વિસ્તારમાં રહેતા રાજુભાઈ નામક વ્યÂક્તની પÂત્ન મનીષાબેન ગર્ભથી હોઈ અને તેને આજરોજ પ્રસુતિની પીડા ઉપડતા પતિ તેમજ પરિવારજનો દ્વારા તેને દાહોદની સરકારી દવાખાને લઈ જતા હતા. રસ્તામાં મનીષાબેનને પ્રસુતિ પીડા વધી જતા મનીષાબેને રેલ્વે બ્રીજ તરફ જતા રસ્તા પર જ બાળકને જન્મ આપ્યો હતો. ઘટનાની જાણ નજીકની રેલ્વે હોÂસ્પટલને થતાં રેલ્વે હોÂસ્પટલના ર્ડાક્ટર તેમજ સ્ટાફના માણસો સ્થળ પર દોડી આવ્યા હતા અને મહિલા તેમજ બાળકને રેલ્વે હોÂસ્પટલમાં લઈ ગયા હતા જ્યા પ્રાથમીક સારવાર આપ્યા બાદ મહિલા અને બાળકને દાહોદની સરકારી હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.