દાહોદમાં આજે વધુ ૦૬ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે કોરોનાનો કુલ આંકડો ૧૭૩૨ને પાર
દાહોદ તા.૧૯
દાહોદમાં આજે વધુ ૦૬ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૭૩૨ને પાર થવા પામ્યો છે ત્યારે એક્ટીવ કેસ ૬૮ રહેવા પામ્યા છે. દાહોદમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાતા આરોગ્ય તંત્ર તેમજ જિલ્લાવાસીઓએ રાહત અનુભવી છે.
આર.ટી.પી.સી.આર.ના ૨૬૧ પૈકી આજે એકેય કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી ત્યારે રેપીટ ટેસ્ટના ૧૧૫૨ પૈકી ૦૬ કોરોના પોઝીટીવ કેસો નોંધાવા પામ્યા છે. આ ૦૬ કોરોના પોઝીટીવ કેસો પૈકી દાહોદમાંથી ૧, ઝાલોદમાંથી ૦૪ અને દેવગઢ બારીઆમાંથી ૧ કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૦૫ દર્દીઓએ કોરોના સામે જંગ જીતી હોસ્પિટલમાંથી રજા લેતા એક્ટીવ કેસની સંખ્યા ૬૮ રહેવા પામી છે. દાહોદ જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી ૭૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
#Sindhuuday Dahod