દાહોદ શહેરના ગરબાડા તરફ જવાના માર્ગ ઉપર એક બોલેરો ગાડીના ચાલકે એક બાઈક સવારને અડફેટમાં લેતા જોતજોતામાં બાઇક સવાર ચાલકનું ઘટના સ્થળે મોત
દાહોદ તા.21
દાહોદ શહેરના ગરબાડા તરફ જવાના માર્ગ ઉપર એક બોલેરો ગાડીના ચાલકે એક બાઈક સવારને અડફેટમાં લેતા જોતજોતામાં બાઇક સવાર ચાલક દૂર સુધી બાઇક સાથે ફંગોળાયો હતો અને તેને પગલે ઘટનાસ્થળ પર જ બાઇક ચાલકનું કમકમાટીભર્યુ મોત નિપજતા ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા ઘટનાને અંજામ આપી બોલેરો ગાડી સ્થળ પરથી નાસી ગયેલો પણ જાણવા મળે છે.
દાહોદ અને ગરબાડા જવાના માર્ગ ઉપર ગરબાડા તરફ જતો અજાણ્યો બાઈક ચાલક અને દાહોદ તરફ આવતી બોલેરો પીકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયકંર હતોકે બોલેરો પીકઅપ એ બાઈક ચાલકને રોડ ઉપર કચડી નાખી ને રોડ ઉપર પલટો ખાઈ ગઈ હતી અને રોડ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે અજાણ્યા બાઈક ચાલકનું ઘટના સ્થળે માથાના ભાગમાં ઈજાઓ પહોંચતાઅજાણ્યા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું આ અકસ્માત થતાજ લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા અને બોલેરો પીકઅપ ચાલકને પણ ઈજાઓ પહોંચતા બોલેરો ચાલક અકસ્માત કરી ફરાર થયો હતો અને આ ઘટનાની જાણ 108 ને કરાતા 108 પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે આવી રોડ ઉપર પડેલી બોલરોને હટાવી ટ્રાફિક ખુલ્લો કરી બોલરોને સાઈટ ઉપર ખસેડી મરનાર અજાણ્યા બાઈક ચાલકની ઓળખાણ કરાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા અને તેની ડેડબોડીને સરકારી હોસ્પિટલ ખસેડી પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી અને ફરાર બોલેરો ચાલકનું પકડવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
#Sindhuuday Dahod

