દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આગામી તા.૨૫ ઓક્ટોબરે યુનિટી રન યોજાશે
દાહોદ તા.૨૩
વર્ષ ૧૯૫૯ના ઓક્ટોબરમાં તિબ્બત બોર્ડર પર ચીની સૈનિકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં પોલીસ જવાનો પણ શહીદ થયાં હતા. એ ઘટનાની યાદમાં દરવર્ષે પોલીસ સ્મૃતિ દિવસ- Police Commemoration Day ઉજવવામાં આવે છે. દાહોદમાં આ નિમિતે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડકવાર્ટર ખાતે આગામી તા. ૨૫ ઓક્ટોબરના રોજ સવારે ૮ કલાકે યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુનિટી રન પોલીસ હેડકવાર્ટર ખાતેથી શરૂ થઇને તાલુકા સર્કલ, માણેક ચોક, ભગીની સમાજ, ભરપોડા સર્કલ થઇને પોલીસ હેડકવાર્ટર પરત ફરશે. પોલિસ સ્મૃતિ દિવસ નિમિતે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
#Sindhuudaydahod