ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા સફાઈ કર્મચારીઓને સાબુનું વિતરણ કરાયું
દાહોદ તા.૨૩
સફાઈ કર્મચારીઓ કોરોના સામે સંરક્ષણ મેળવે તેમજ તેઓનું પણ આરોગ્ય સચવાઈ રહે તેવા ુઉમદા હેતુસર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી,દાહોદ દ્વારા સફાઈ કર્મચારીઆને સાબુ સહિતની સામગ્રી વિતરણ કરવામાં આવી હતી.
આજરોજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, દાહોદની માનવસેવાની પ્રવૃત્તિઓના ભાગરૂપે કોરોના સાવચેતી માટે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજયુકેશન સોસાયટી દાહોદ સંચાલિત વિવિધ માધ્યમિક શાળાઓના વર્ગ – ૪ના કર્મચારીઓ તેમજ સફાઇ કર્મચારીઓને સાબુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે સોસાયટીના માનંદ મંત્રી અજંલીબેન પરીખ.રેડક્રોસ સોસાયટીના ચેરમેનશ્રી રામચંદાણી. એકટીવીટી કન્વિનર નરેશ ચાવડા રાજય શાખાના પ્રતિનિધિ કમલેશ લીમ્બચીયા તેમજ લાભાર્થી ઓ ઉપસ્થિત રહયા હતા.
#Sindhuudaydahod