વિદેશી ટુરની કુલ આઠ ટીકીટોના રૂપિયા ૪ લાખ લઈ લીધા બાદ બુકીંગ ન કરાવી અને લીધેલ રૂપિયા ૪ લાખ જેટલી માતબર રકમ પરત ન આપી
દાહોદ, તા.ર
દાહોદના એક ટુર એન્ડ ટ્રાવેલ્સવાળાને વડોદરાના એક ટ્રાવેલર્સે વિદેશમાં ટુર ટીકીટ બુધ કરી આપવાનું કહી વિદેશી ટુરની કુલ આઠ ટીકીટોના રૂપિયા ૪ લાખ લઈ લીધા બાદ બુકીંગ ન કરાવી અને લીધેલ રૂપિયા ૪ લાખ જેટલી માતબર રકમ પરત ન આપી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યાનું જાણવા મળેલ છે.
વડોદરા ઓલ્ડ પાદરા રોડ, ચકલી સર્કલ, લક્ષ્મી કોમ્પલેક્ષમાં રહેતા ટ્રાવેલ અનલીમીટેડનો વ્યવસાય કરતા ભાવેશ ચોહાણએ દાહોદ બુરહાની મહોલ્લામાં શાક માર્કેટની પાછળ રહેતા અને ટુર એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા મુસ્તફા સૈફુદ્દીન બાજીને વિદેશમાં ટુરની ટીકીટ બુક કરી આપુ છું તેમ કહી તેઓને વિશ્વાસમાં લીધા હતા અને મુસ્તુફા સૈફુદ્દીન બાજીએ વડોદરાના ભાવેશ ચોહાણ પર વિશ્વાસ મુક્યો હતો અને ભાવેશ ચોહાણે મુસ્તુફા સૈફુદ્દીન બાજી પાસેથી વિદેશની ટુરની કુલ આઠ ટીકીટના રૂપિયા ૪ લાખ લીધા બાદ ભાવેશ ચોહાણે આપેલ મુદ્દત અને વાયદા પ્રમાણે મુસ્તફા બાજીને વિદેશની આઠ ટીકીટોનું બુકીંગ કરી ન આપતા મુસ્તુફા સૈફુદ્દીન બાજીએ ભાવેશ ચોહાણ પાસે બુકીંગ કરેલ ટીકીટો અવાર નવાર માંગવા છતા ભાવેશ ચોહાણે ટીકીટનું બુકીંગ ન કરાવી આપતા મુસ્તુફા બાજીએ પૈસા પરત આપી દેવા જણાવતા ભાવેશ ચોહાણે પૈસા પણ પરત ન આપી વિશ્વાસઘાત, છેતરપીંડી કરી હતી.
આ સંબંધે મુસ્તુફા સૈફુદ્દીન બાજીએ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ભાવેશ ચોહાણ વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

