સંજેલી તાલુકાના ભામણ ઘાટામાં અજાણ્યા વાહનની અડફેટે મોટરસાઇકલ સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે પ્રાણ પંખેરું ઉડ્યા

સંજેલી તા.27
સંજેલી તાલુકાના ભામણ ઘાટામાં માતેલા સાંઢની જેમ ધસી આવેલા અજાણ્યા વાહને મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા બે લોકોના ઘટના સ્થળેજ મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે.ત્યારે ઘટના બાદ વાહનચાલક બેફિકરાઈ રીતે પોતાનું વાહન હંકારી ફરાર થઇ જવા પામ્યો છે.
વાહનચાલકોની પૂરઝડપ તેમજ ગફલતના લીધે દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર અવિરત પણે ચાલી રહી છે.જેના લીધે કેટલાય લોકો કાળના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે.ત્યારે સંજેલી તાલુકાના ભામણ ઘાટામાં બાઈક ઉપર સવાર બે લોકો ને કોઈ અજાણ્યા વાહન દ્વારા અડફેટમાં લેતાં બાઈક સવાર બંને લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.ત્યારે બનાવને લઇને 108ને તાત્કાલિક ધોરણે જાણ કરાતા 108 સ્થળ પર પહોંચી ગઈ હતી.તેમજ સંજેલી પોલીસને ઘટનાની જાણ થતા સંજેલી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારે અકસ્માતમાં મૃત બંને લોકોને પી.એમ કરવા માટે સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર લાવવામાં આવ્યા હતા.ત્યારે સંજેલી પોલીસ દ્વારા પણ ઘટનાને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: