દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલી બે ઘરફોડ ચોરીમાં કુલ રૂપિયા ૧૧,૦૦૦ની મત્તાની ચોરી
દાહોદ, તા.ર
દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલી બે ઘરફોડ ચોરીમાં કુલ રૂપિયા ૧૧,૦૦૦ની મત્તાની ચોરી થયાનું જાણવા મળેલ છે.
ઘરફોડ ચોરીનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના બોરખેડા ગામે બનવા પામ્યો હતો. જેમાં સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે રહેલ રજાનો લાભ લઈ તસ્કરોએ રાતના સમયે બોરખેડા બીડ ફળીયા વર્ગ પ્રાથમિક શાળાને નિશાન બનાવી પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનરૂમના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશી અંદર મુકી રાખેલ રૂપિયા ૬૦૦૦ની કુલ કિંમતના નાન-મોટા તપેલા નં.૪ ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે બોરખેડા બીડ ફળીયા વર્ગ પ્રાથમિક શાળામાં નોકરી કરતા શૈલેષકુમાર બાબુભાઈ જાષીએ કતવારા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
ઘરફોડ ચોરીનો બીજા બનાવ ફતેપુરા તાલુકાના કરોડીયા ગામે ગત તા.ર૭.૧૦.ર૦૧૮ના રોજ રાતના સમયે બનવા પામ્યો હતો જેમાં કરોડીયા ગામે આવેલ વિજ્ઞાન પ્રવાહની શાળાને તસ્કરોએ નિશાન બનાવી હતી અને શાળાના વોટરરૂમની અંદર મુકેલ લુબી કંપનીની દોઢ હોર્સ પાવરની રૂપિયા પ૦૦૦ની કિંમતની સંપની મોટર ચોરીને લઈ ગયા હતા.
આ સંબંધે કરોડીયા ગામની વિજ્ઞાન પ્રવાહની શાળામાં નોકરી કરતા વિજયકુમાર કર્માજી ખરાડીએ ફતેપુરા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.