જિલ્લા આયોજન હેઠળ લેવામાં આવેલા કામોમાં થયેલી પ્રગતિની સીમક્ષા કરતા કલેક્ટર શ્રી વિજય ખરાડી
જિલ્લા આયોજન હેઠળ લેવામાં આવેલા કામોમાં થયેલી પ્રગતિની કરવામાં માટે આજે જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, ગ્રામીણ લોકોની સુખસુવિધામાં વૃદ્ધિ કરે એવા કામોનું આયોજન તુરંત થાય તેની સાથે તેનું બનતી ત્વરાથી અમલીકરણ થાય એ જરૂરી છે.
કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જિલ્લા આયોજન મંડળ દ્વારા વિકાસ કામો કરવા માટે ફાળવવામાં આવતા કેટલાક અનુદાનમાં ગ્રામ પંચાયતોનો ફાળો પણ જરૂરી છે. લોકભાગીદારીનો હેતું ગ્રામજનોને જે તે કામ પોતાનું હોવાનો અહેસાસ કરાવવાનો છે. લોકફાળાની રકમ નજીવી હોય છે, પણ તેનું મહત્વ ઘણું હોય છે. લોકભાગીદારીથી કરવાના થતાં કામોમાં ગ્રામ પંચાયતના વડાઓને સમજૂત કરવા શ્રી ખરાડીએ જણાવ્યું હતું
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની નેતૃત્વની સરકારની નેમ છે કે વિકાસ કામો છેક છેવાડાના ગામો સુધી પહોંચવા જોઇએ. તેથી આયોજન મંડળમાં એવા કામોનો સમાવેશ કરવો જોઇએ કે જેનાથી હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય. આ માટે વિકાસના કામોમાં આરોગ્ય, શિક્ષણ, પીવાના પાણી જેવા કામોને પ્રાધાન્ય આપવું જોઇએ.
બેઠકમાં ઉપસ્થિત તાલુકાકક્ષાના અમલીકરણ અધિકારીઓને આયોજન મંડળના અનુદાનમાંથી મંજૂર થયેલા કામોની વહીવટી કામગીરી ઝડપથી કરવા અને મંજૂર થયેલા કામોને ત્વરિત પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી.
જિલ્લા આયોજન અધિકારી શ્રી કિરણ ગેલાતે આ બેઠકમાં માહિતી રજૂ કરી હતી કે, ૧૫ ટકા વિવેકાધીન હેઠળ રૂ. ૧૪૦૨ લાખ, ૫ ટકા પ્રોત્સાહક નીચે રૂ. ૨૨.૫૦ લાખ, ૫૦ ટકા વિકાસશીલમાં રૂ. ૧૬૦૦ લાખ અને આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો અંતર્ગત રૂ. ૨૧૨૫ લાખનું અનુદાન રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર છે. તેમાંથી રૂ. ૨૧૧૫ લાખના કામોને પ્રાથમિક મંજૂરી મળી ગઇ છે. ૧૨૧૫ જેટલા વિકાસ કામોને વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે.
આ બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી દિનેશ હડિયલ, શ્રી રાઠોડ, જિલ્લા આયોજન કચેરીના અધિકારી શ્રી સંદીપ પટેલ, શ્રી વીરપુરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#Sindhuudaydahod
૦૦