દાહોદ જિલ્લો હવે કોરોના મુક્ત થવાના રસ્તે : આજે માત્ર જિલ્લામાં એક જ કોરોના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સહિત જિલ્લાવાસીઓમાં રાહત
દાહોદ તા.૩૧
દાહોદ જિલ્લો હવે કોરોના મુક્ત થવાના રસ્તે જઈ રહ્યો છે.આજે માત્ર જિલ્લામાં એક જ કોરોના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સહિત જિલ્લાવાસીઓમાં આનંદનો માહોલ જાેવા મળ્યો હતો. દાહોદ જિલ્લા આરોગ્ય તંત્રની સતત નિષ્ઠાસભર તેમજ કર્મનિષ્ઠ કામગીરીને પગલે છેલ્લા કેટલાક મહિનાઓથી જિલ્લામાં સતત કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ઘટાડો તો નોંધાયો જ છે સાથે જ સાજા થઈ રજા લેતા દર્દીઓમાં પણ વધારો થયો છે.
આર.ટી.પી.સી.આર.ના ૩૦૯ પૈકી માત્ર એક કેસ નોંધાયો છે. દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી માત્ર આ કેસ ઝાલોદમાંથી સામે આવ્યો છે. બાકીના બીજા તાલુકાઓ આજે કોરોનાથી બાકાત રહ્યા છે. બીજી તરફ આજે સતત બીજા દિવસે પણ દાહોદ તાલુકામાંથી કેસ ન નોંધાતા દાહોદ શહેરવાસીઓએ આનંદની લાગણી સાથે સાથે રાહતનો દમ લીધો છે. આ સાથે જ આજે વધુ ૦૯ કોરોના દર્દીઓએ કોરોના સંક્રમણથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી અને હવે એક્ટીવ કેસ માત્ર ૫૦ રહેવા પામ્યા છે. આમ, દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝીટીવનો કુલ આંકડો ૧૮૦૩ ની સંખ્યાએ પહોંચ્યો છે.
#Sindhuuday Dahod