બસના વ્હીલના ટાયરોમાં ટ્યુબના વાલ તોડી નાખી હવા કાઢી નાખી,એસટી બસો ઉભી રખાવી, બસો રોકી નુકશાન પહોંચાડવા સબબ ચાર જેટલા અજાણ્યા ઈસમો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ
દાહોદ, તા.ર
ઝાલોદ તાલુકાના વરોડ ગામે તથા પીપળીયા ગામે રોડના પુલ પર તથા સીંગાપુર ઘાટા પાસે ગત ૩૧મીના રોજ ગુજરાત બંધના એલાનના પગલે બસના વ્હીલના ટાયરોમાં ટ્યુબના વાલ તોડી નાખી હવા કાઢી નાખી,એસટી બસો ઉભી રખાવી, બસો રોકી નુકશાન પહોંચાડવા સબબ ચાર જેટલા અજાણ્યા ઈસમો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરાયાનું જાણવા મળેલ છે.
ગત તા.૩૧મીના રોજ સવારે અગ્યારેક વાગ્યાના સુમારે ઝાલોદ તાલુકાના વરોડ ગામે, પીપળીયા ગામે રોડના પુલ ઉપર તથા સીંગાપુર ઘાટા પાસે ચારેક જેટલા ઈસમોએ એસટી બસો રોકી બસોના આગલા વ્હીલોની હવા કાઢી નાખી વાલ તોડી નાખી બસો રોકી રાખી નુકશાન પહોંચાડ્યું હતુ. અને ટાવેરા ગાડીમાં બેસી જતા રહ્યા હતા.
આ સંબંધે દાહોદ જિલ્લાના ડુંગરા ગામના એસટી વિભાગમાં નોકરી કરતા મુકેશભાઈ સીંગાભાઈ ડામોરેએ લીમડી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.