શાળામાંથી રૂપિયા ૯૬,૬૦૦ની કુલ કિંમતના જુદા જુદા ઈલેક્ટ્રોનિક ઉપકરણો ચોરીને લઈ ગયાનું

દાહોદ, તા.૦૪

દાહોદ જિલ્લામાં દિનપ્રતિદિન તસ્કરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે અને બેખોફ પોતાના કામને અંજામ આપી જિલ્લાવાસીઓને રંજાડી રહ્યા છે તેવા સમયે જેસાવાડા પોલીસ મથકની હદમાં આવેલ ખજુરીયા પ્રાથમિક શાળાને તસ્કરોએ ટાર્ગેટ બનાવી શાળામાંથી રૂપિયા ૯૬,૬૦૦ની કુલ કિંમતના જુદા જુદા ઈલેક્ટ્રોનિક ઉપકરણો ચોરીને લઈ ગયાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગત રાતે ખજુરીયા ગામે ઘરફોડ ચોરી કરવાના મક્કમ ઈરાદે ત્રાટકેલા તસ્કરોએ ખજુરીયા પ્રાથમિક શાળાને નિશાન બનાવી હતી અને શાળાની બારીનો દરવાજા ખોલી પોતાનો કસબ અજમાવી બારીના સળીયા વાળી નાખી તે વાટે શાળામાં પ્રવેશ્યા હતા અને શાળાના રૂમમાંથી રૂપિયા ર૦,૦૦૦ની કિંમતનું એસીઈઆર કંપનીનું લેપટોપ નં.૧, રૂપિયા ર૪,૦૦૦ની કિંમતનું સેમસંગ કંપનીનું એલસીડી ૪ર ઈંચનું નંગ-૧, રૂપિયા ૧પ૦૦૦ની કુલ કિંમતની એસીઈઆર કંપનીના મોનીટર નં.૩, રૂપિયા ૧૬,૦૦૦ની કુલ કિંમતના એચસીએલ કંપનીના બાયોમેટ્રીક નં.૪, ડેલ કંપનીનું રૂપિયા ૧૪,૦૦૦ની કંપનીનું સીપીયું, રૂપિયા ૧૧૦૦ની કુલ કિંમતના માઉસ નં.૧૧, રૂપિયા ૩૦૦૦ની કુલ કિંમતના કી-બોર્ડ નં.૧૦, તથા રૂપિયા ૩પ૦૦ની કુલ કિંમતની યુપીએસ બેટરી નં.૭ મળી રૂપિયા ૯૬,૬૦૦ની કુલ કિંમતના જુદા જુદા ઈલેક્ટ્રોનિક ઉપકરણો ચોરીને લઈ ગયા હતા.

આ સંબંધે છત્રસિંહ રામસિંહ રાઠોડએ જેસાવાડા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે  ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી ડોગસ્કવોર્ડ તથા એફએસલની માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!