ખેતરમાં ભેલાણ કરવાના મામલે થયેલ ઝઘડામાં છુટ્ટા પથ્થર મારી એક વૃધ્ધ મહિલાના પેટમાં ઈજા
દાહોદ, તા.૦૪
લીમખેડા તાલુકાના ચૈડીયા ગામે ઢોરો દ્વારા ખેતરમાં ભેલાણ કરવાના મામલે થયેલ ઝઘડામાં છુટ્ટા પથ્થર મારી એક વૃધ્ધ મહિલાના પેટમાં ઈજા કર્યાનું જાણવા મળેલ છે.
ચૈડીયા ગામના ૬ર વર્ષીય વેસ્તીબેન ચંદુભાઈ રૂપાભાઈ ડામોર તેના ખેતરમાં અડદ મકાઈની કાંપણી કરતી હતી. તે વખતે તેના ગામનો મનુભાઈ જેહલાભાઈ ભુરીયા તેના ઢોર, બકરા લઈને વેસ્તીબેનના ખેતરમાં કરેલ પાકમાં ઘુસી ગયો હતો અને ખેતરમાંના પાક ચરવા લાગ્યા હતા. જેથી વેસ્તીબેને તેને કહેતા વેસ્તીબેન સાથે મનુભાઈ ભુરીયાએ ઉગ્ર બોલાચાલી કરી હતી. જે બાબતે વેસ્તીબેને તેના પતિને કહેતા વેસ્તીબેનના પતિ મનુભાઈ ભુરીયાને આ બાબતે કહેવા જતા મનુભાઈ ભુરીયા એકદમ ઉશ્કેરાયો હતો અને બેફામ બિભત્સ ગાળો બોલી તેના હાથમાંનો પથ્થર છુટ્ટો મારી વેસ્તીબેનના પેટના ભાગે ઈજાઓ પહોંચાડી હતી.
આ સંબંધે લીમખેડા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.