દાહોદના બીએસએફ જવાનનું બિહારમાં રોડ અકસ્માતમાં મોત
(જી.એન.એસ.)દાહોદ,તા.૪
મા ભોમની રક્ષા કાજે ગયેલા જવાનને લઈને એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે. દાહોદના બીએસએફ જવાનનું બિહારમાં થયેલા અકસ્માતમાં મોત નિપજ્યું છે. જેના કારણે તેના પરિવારજનો પર દુઃખના ડુગરો તૂટી પડ્યા છે. બિહારમાં હાલ બીજા તબક્કાની ચૂંટણી ચાલી રહી છે, જે ચૂંટણીની કામગીરીમાં ફરજ બજાવવા માટે ગુજરાતના દાહોદના જવાનની પોસ્ટ ત્યાં આપામાં આવી હતી. બિહારમાં થયેલા અકસ્માતમાં ગુજરાતના બીએસએફ જવાનનું નામ રમેશભાઈ કિશોરી છે, જેમનું અકસ્માતમાં નિધન થયું છે.
હવે તેમના પ્રાથિવદેહ ઝાલોદના નાની સીમળખેડી લવાયો છે. આ જવાનને પુરા સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત દાહોદના ઝાલોદમાં નાની સીમળખેડી ગામના બીએસએફ જવાન રમેશભાઈ કિશોરીનુ અકસ્માતમાં મોત થયું છે. હાલ બિહારમાં ચૂંટણીની કામગીરીમા ફરજ બજાવવા જતા તેમનો રસ્તામાં અકસ્માત થયો છે.
આ ગમખ્વાર અકસ્માતમા બી.એસ.એફ જવાનનુ મોત થતા તેમની અંતિમ ક્રિયા માટે તેમના વતન લવાયા હતા. ઝાલોદ તાલુકાના નાની સીમળખેડી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અકસ્માતમાં મોતને ભેટનાર જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાશે.
#Sindhuuday Dahod