પ્રેમના પાઠ ભણાવી પટાવી, ફોસલાવી દાહોદ મંડાવાવ ચોકડી પરથી વરમખેડા ગામનો યુવાન અપહરણ કરી લઈ ગયાનું જાણવા મળેલ છે.
દાહોદ, તા.૦૪
દાહોદ તાલુકાના ચંદવાણા ગામની એક સગીરાને પત્ની તરીકે રાખવાના ઈરાદેદાહોદ ખરીદી માટે આવેલ પ્રેમના પાઠ ભણાવી પટાવી, ફોસલાવી દાહોદ મંડાવાવ ચોકડી પરથી વરમખેડા ગામનો યુવાન અપહરણ કરી લઈ ગયાનું જાણવા મળેલ છે.
ચંદવાણા ગામની ૧૭ વર્ષ ૮ માસ ઉંમરની એક સગીરા દાહોદ ખરીદી કરવા ગત તા.૧૩.૧૦.ર૦૧૮ના રોજ આવી હતી. તે દિવસે સવારના દશ વાગ્યાના સુમારે સગીરા શહેરની મંડાવાવ ચોકડી પર વાહન માટે ઉભી હતી. તે દરમ્યાન ત્યાં આવેલ વરમખેડા ગામના અશ્વિનભાઈ ઉદેસિંહભાઈ પરમારએ ચંદવાણા ગામની સગીરાને પત્ની તરીકે રાખવા માટે સગીરાને પ્રેમના પાઠ ભણાવ્યા હતા અને પટાવી ફોસલાવી લલચાવી અપહરણ કરી લઈ ગયો હતો.
અપહૃત સગીરાના પિતાએ આ સંબંધે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે અપહરણકર્તા ઈપીકો કલમ ૩૭૩, ૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ ૮ તથા એટ્રોસીટીનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.