સંજેલી તાલુકાના ઢાળ સીમળ ગામે મકાન બનાવવા માટે આપેલ રકમની લેતી-દેતીના મામલે થયેલ ઝઘડામાં

દાહોદ, તા.૦૪

 સંજેલી તાલુકાના ઢાળ સીમળ ગામે મકાન બનાવવા માટે આપેલ રકમની લેતી-દેતીના મામલે થયેલ ઝઘડામાં બે મહિલા સહિત ચાર વ્યÂક્તઓને ગંભીર ઈજાઓ થયાનું અને જાનથી મારી નાખવાની ધાકધમકી આપ્યાનું જાણવા મળેલ છે.

ઢાળ સીમલ ગામના પારગી કુટુંબના સમરસિંહ ભરતભાઈ, ક્યુમભાઈ સરતનભાઈ, વિશાલભાઈ વિક્રમભાઈ તથા ચતુરભાઈ નાથાભાઈ એમ ચારે જણા ગતરોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે તેના ગામના જીતાબેન સુરેશભાઈ મગનભાઈ પારગીના ઘર નજીકમાં આવેલ તેઓના ખેતરમાં ટ્રેક્ટર લઈ ખેડવા માટે આવ્યા હતા. તે વખતે જીતાબેન પારગીએ તેઓને ત્રણેક વર્ષ અગાઉ મકાન બનાવવા માટે રકમ આપી હતી. જે રકમની જીતાબેને માંગણી કરતા ઉપરોક્ત ચારે જણા ઉશ્કેરાયા હતા અને સમરસીંહ ભરતભાઈએ જીતાબેનને ધક્કો મારી નીચે પાડી દઈ તારાથી થાય તે કરી લે, કહી ગડદાપાટુનો માર મારી, ક્યુમભાઈ સરતનભાઈએ તેના હાથમાંની લાકડી સુરેશભાઈને માથામાં મારી માથુ લોહીલુહાણ કરી  ઈજા કરી હતી., સમરસીંહે પણ સુરેશભાઈને ગડદાપાટુનો માર મારી ઈજા કરી હતી. તથા મગનભાઈને પણ ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. જ્યારે ચતુરભાઈ નાથાભાઈએ રાહુલભાઈને ગડદાપાટુનો માર મારતા રાહુલ ભાઈને બચાવવા દોડી આવેલા અંજનાબેન છોડાવવા વચ્ચે પડતા ઉપરોક્ત ચારે જણાએ અંજનાબેનને પણ ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી હતી.

આ સંબંધે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: