દેવગઢ બારીયાના વધુ સાત ગામોમાં ૩૬૦.૮૫ લાખના ખર્ચે ૧૦.૫૮ કી.મી.ના પાકા રસ્તાઓની કામગીરીનો આરંભ : છેલ્લા બે દિવસમાં રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે દેવગઢ બારીયાના ૧૮ ગામોમાં રૂ. ૨૨.૨૪ કરોડના ખર્ચે ૪૮.૭૪ કી.મી.ના પાકા રસ્તાઓનું કર્યું ખાતમુહૂર્ત
દાહોદ તા.૦૭
રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે દેવગઢ બારીયાના વધુ સાત ગામોમાં પાકા રસ્તાની કામગીરીનું ખાતમુહૂર્ત કરીને આરંભ કરાવ્યો છે. આ સાત ગામોમાં જંબુસર, સીંગેડી, સીંગોર, દુધીયા, મોટીમંગાઇ, સાગટાળા, આમલીપાણી છોત્રાનો સમાવેશ થાય છે. આ ગામોના કુલ ૧૦.૫૮ કી.મી.ના સાત રસ્તાઓ રૂ. ૩૬૦.૮૫ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. છેલ્લા બે દિવસમાં રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે દેવગઢ બારીયાના કુલ ૧૮ ગામોમાં રૂ. ૨૨૨૪.૭૫ લાખના ખર્ચે ૪૮.૭૪ કી.મી.ના પાકા રસ્તાઓનું ખાતમુહૂર્ત છે.
આ પ્રસંગે રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, દેવગઢ બારીયાના વધુ સાત ગામોના પાકા રસ્તા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે આ રસ્તાઓ ગામના વિકાસ માટેના નવા રસ્તા ખોલી આપશે. આ સાત ગામો પૈકી જંબુસર ગામમાં ૧.૨૦ કિ.મી. નો રસ્તો રૂ. ૫૦ લાખના ખર્ચે, સીંગેડીમાં ૧.૨૫ કી.મી.નો રસ્તો રૂ. ૬૦ લાખના ખર્ચે, સીંગોરમાં ૧.૬૫ કી.મી.નો રસ્તો રૂ. ૩૧.૩૫ લાખના ખર્ચે, દુધીયામાં ૧ કી.મી.નો રસ્તો રૂ. ૪૦ લાખના ખર્ચે, મોટીમંગોઇમાં ૧.૮૦ કી.મી.નો રસ્તો રૂ. ૮૦ લાખના ખર્ચે, સાગટાળામાં ૧.૨૦ કી.મી.નો રસ્તો રૂ. ૫૦ લાખના ખર્ચે, આમલીપાણી છોત્રામાં ૨.૪૮ કી.મી.નો રસ્તો રૂ. ૪૯.૫૦ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
આ ઉપરાંત છેલ્લા બે દિવસમાં રાજયમંત્રી શ્રી ખાબડે દેવગઢ બારીયાના છ ગામોમાં ૧૫૭૬.૫૦ લાખના ખર્ચે ૨૮.૩૮ કિ.મી.ના પાકા રસ્તાઓ અને ત્યાર બાદ પાંચ ગામોમાં ૨૮૭.૪૦ લાખના ખર્ચે ૯.૭૮ કિ.મી.ના પાકા રસ્તાઓની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું છે.
કાર્યક્રમમાં દેવગઢ બારીયાના પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી પ્રતિક સોની, ગામના સરપંચશ્રી, આંગેવાનો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
#Sindhuuday Dahod