દિવાળી તહેવારોને પગલે દાહોદથી એસટીની એક્સટ્રા બસો દોડશે
દાહોદ એસટી ડેપો દ્વારા આગામી દિવાળી તહેવારોને અનુલક્ષીને પગલે તા. ૭-૧૧-૨૦૨૦થી ૧૩-૧૧-૨૦૨૦ વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. આ માટે ૧૩ રૂટ ઉપર ૧૫૦ એક્સટ્રા બસો દોડવવામાં આવશે.
દાહોદ જિલ્લામાં રહેતા લોકોને પોતાના વતનમાં જવા માટે અને બહારના જિલ્લામાં રહેતા લોકોને દાહોદ પોતાના વતનમાં પરત ફરવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. વધારાની બસોનું સંચાલન સાંજના ચાર વાગ્યાથી રાતના દસ વાગ્યા દરમિયાન કરવામાં આવશે. અમરેલી, ભાવનગર, સાવરકુંડલા, તળાજા, રાજકોટ, મહુવા, ગારિયાધાર, ગઢડા, જૂનાગઢ, જામનગર, અમદાવાદ, ડિસા, પાલનપુરના રૂટ ઉપર બસો ચાલશે. આ સુવિધાનો લાભ એડવાન્સ બૂકિંગ કે ગ્રુપ બૂકિંગમાં પણ મેળવી શકાશે.
#Sindhuuday Dahod

