દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરીવાર શંકરભાઈ અમલીયારની નવનિયુક્તિ થતા દાહોદ ભાજપ કમલમમાં ખુશીનો માહોલ
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરીવાર શંકરભાઈ અમલીયારની નવનિયુક્તિ થતા દાહોદ ભાજપ કમલમમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. સતત બીજી વાર નવનિયુક્તિ પામતા ભાજપના અગ્રણીઓ, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ શંકર અમલીયારને શુભેચ્છા તેમજ અભિનંદન પાઠવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આજરોજ જિલ્લા તેમજ મહાનગરના ભાજપના સંગઠનના નવનિયુક્ત પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં દાહોદ જિલ્લાના ભાજપના પ્રમુખ શંકર અમલીયારની ફરીવાર નવયુક્તિ થવા પામી હતી. આજરોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા ગુજરાતના ૩૯ જિલ્લા તેમજ મહાનગરોના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં શંકરભાઈ અમલીયારની નવનિયુક્તિને વધાવી લઈ ટેલીફોનીક તેમજ સોશીયલ મીડીયાના માધ્યમથી સૌ કોઈએ તેઓને શુભેચ્છા પાઠવી હતી.
———————————-