છેલ્લા પાંચ દિવસમાં દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના પોઝીટીવ કેસોનો રાફડો ફાટ્યો : પાંચ દિવસમાં કુલ ૯૩ કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યા
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લામાં દિવાળીના તહેવારથી લઈ આજદિન સુધી એટલે કે, પાંચ દિવસમાં કોરોનાએ માથું ઉકચતા ફરીવાર દાહોદ જિલ્લાવાસીઓ તેમજ આરોગ્ય તંત્રમાં ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. આ પાંચ દિવસમાં કુલ ૯૩ કેસો નોંધાતા એક પ્રકારનો ફફડાટ પણ ફેલાઈ જવા પામ્યો છે. તહેવારની ઉજવણી દાહોદ જિલ્લાવાસીઓ માટે જાણે મોંઘી સાબીત થઈ હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં તહેવાર ટાળે લોકોની અવર જવર, મુસાફરી, લોકટોળા વિગેરે પ્રાથમીક કારણ પ્રતિત થઈ રહ્યું છે. આવનાર દિવસોમાં પણ કોરોના માથુ ઉચકશે તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યક્તિ નહીં ગણાય. દિવાળી થી નવાવર્ષ સુધી તેમજ આજે તારીખ ૧૯મી નવેમ્બરના રોજ ૧૮ કેસો નોંધાવા પામ્યા છે. વધતાં કેસોને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર પણ સજાગ બન્યું છે અને જિલ્લાવાસીઓને સાવચેત રહેવા પણ અપીલ કરી રહ્યું છે. તહેવાર પહેલા પણ તંત્ર દ્વારા તહેવારની ઉજવણી સાવચેતી પુર્વક કરવા અપીલ કરવામાં આવી હતી.
તારીખ ૧૫મી નવેમ્બરના રોજ ૦૬ કેસ નોંધાયા હતા જેમાંથી આર.ટી.પી.સી.આર.ના ૨૫૩ પૈકી ૧ અને રેપીટ ટેસ્ટના ૫૪૬ પૈકી પાંચ કેસનો સમાવેશ થયો હતો. આ ૬ પૈકી દાહોદમાંથી ૫ અને ઝાલોદમાંથી ૧ એક કેસનો સમાવેશ થયો હતો. આ દિવસે એક્ટીવ કેસની સંખ્યા ૭૯ હતી અને તે દિવસે હોસ્પિટલમાંથી ૬ દર્દીઓને રજા આપવામાં આવી હતી.
તા.૧૬મી નવેમ્બરના રોજ પોઝીટીવ કેસ વધીને દાહોદ જિલ્લામાં કુલ ૧૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા હતા જેમાં આર.ટી.પી.સી.આર.ના ૧૬૯ પૈકી ૧ અને રેપીટ ટેસ્ટના ૩૮૭ પૈકી ૧૫ એમ કુલ ૧૬ કેસો નોંધાયા હતા જેમાંથી દાહોદમાંથી ૧૧, ઝાલોદમાંથી ૪ અને લીમખેડામાંથી ૧ કેસનો સમાવેશ થયો હતો. આ દિવસે ૮૮ એક્ટીવ કેસ હતા અને ૭ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
તારીખ ૧૭મી નવેમ્બરના રોજ કેસ વધીને ૧૮ નોંધાવા પામ્યા હતા જેમાં આર.ટી.પી.સી.આર.ના ૧૬૫ પૈકી ૧૨ અને રેપીટ ટેસ્ટના ૧૦૪૬ પૈકી ૬ કેસના સમાવેશ થયો હતો. આ ૧૮ પૈકી દાહોદમાંથી ૭, ઝાલોદમાંથી ૫ અને ફતેપુરામાંથી ૬ કેસનો સમાવેશ થયો હતો. આ દિવસે ૯૪ એક્ટીવ કેસ હતા અને ૧૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
તારીખ ૧૮મી નવેમ્બરના રોજ તો કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો હતો. જિલ્લામાં એક સાથે ૩૫ કેસ પોઝીટીવ સામે આવતાં સૌ કોઈના જીવ તાળવે ચોટી ગયા હતા. આ દિવસો દરમ્યાન વધતાં કેસોની સંખ્યા જાેઈ આરોગ્ય તંત્ર પણ એક ક્ષણે ચોકી ઉઠ્યું હતું. આ દિવસે ૩૫ પૈકી આર.ટી.પી.સી.આર.ના ૧૫૪ પૈકી ૯ અને રેપીટ ટેસ્ટના ૧૧૩૫ પૈકી ૨૬ કેસો સામે આવ્યા હતા. આ દિવસે એક્ટીવ કેસની સંખ્યા ૧૨૧ થઈ ગઈ હતી અને તે દિવસે ૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મૃત્યુ આંકની વાત કરીએ તો તારીખ ૧૮મી સુધી જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ ૭૬ લોકોએ પોતાની જીવ ગુમાવી દીધો છે.
જ્યારે આજે તારીખ ૧૯મી નવેમ્બરના રોજ ૧૮ કોરોના પોઝીટીવ કેસો નોંધાવા પામ્યા હતા જેમાં આર.ટી.પી.સી.આર.ટેસ્ટના ૨૭૦ પૈકી ૧૩ અને રેપીટ ટેસ્ટના ૮૩૧ પૈકી ૬ કેસોનો સમાવેશ થાય છે. આ ૧૮ પૈકી દાહોદ અર્બનમાંથી ૮, ઝાલોદ અર્બનમાંથી ૨, ઝાલોદ ગ્રામ્યમાંથી ૩, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૨ અને ગરબાડામાંથી ૩ કેસોનો સમાવેશ થાય છે.
આમ, અત્યાર સુધી દાહોદ જિલ્લામાં કુલ એક્ટીવ કેસની સંખ્યા ૧૩૧ રહેવા પામી છે જ્યારે આજે વધુ ૮ દર્દીઓએ હોસ્પિટલમાંથી રજા લીધી હતી.
#Sindhuuday Dahod