દાહોદમાં આજે રવિવારે કલેક્ટરની સુચનાનું પાલન કરી વેપાર – ધંધા સજ્જડ બંધ રહ્યા : શહેરમાં ઠેર ઠેર સેનેટરાઈઝર છાંટવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી
દાહોદ તા.22
આજથી દાહોદમાં દર રવિવારે વાણિજ્ય પ્રવૃત્તિઓ બંધ રાખવાના કલેકટર વિજય ખરાડીના આદેશ સાથે જ આજે દાહોદ શહેરના તમામ બજારો સજ્જડ બંધ રહ્યા હતા. આરોગ્યતંત્ર દ્વારા દાહોદ શહેરમાં ગલી ગલી સોસાયટી સોસાયટી તેમજ રહેણાંક વિસ્તારોમાં સેનેટરાઈઝર છંટકાવની કામગીરી કરવામાં આવી હતી.
દાહોદ શહેર સહિત જિલ્લામાં વધતા કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખી કોરોનાની ચેન તોડવા તેમજ જિલ્લામાં સેનેટ રાઈઝર છંટકાવ કરવામાં આવે તે માટે દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા પ્રતિ રવિવારે વાણિજ્ય પ્રવૃત્તિઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે આજે રવિવારના દિવસે દાહોદ શહેર સહિત જિલ્લાના તમામ બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા દાહોદ શહેરમાં વહેલી સવારથી જ દુકાનો રોજગાર ધંધાઓ બંધ દેખાયા હતા ત્યારે બીજી તરફ આરોગ્યતંત્ર દ્વારા શહેરમાં સેનેટરાઈઝર છાંટવાની કામગીરી પણ હાથ ધરી હતી. દાહોદ જિલ્લા વાસીઓને માસ્ક તેમજ સોશિયલ distance ચુસ્ત પણે પાલન કરવાનો પણ કલેક્ટરે અપીલ કરી છે.
#Sindhuuday Dahod

