દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(એપીએમસી)નાચેરમેનની ચૂંટણીમાં કનૈયાભાઈ કિશોરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા

દાહોદ તા. ૨૧
દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(એપીએમસી)ના ચેરમેનના કાર્યકાળની અવધિ પૂર્ણ થતાં આજરોજ યોજાયેલી ચેરમેનની ચૂંટણીમાં કનૈયાભાઈ કિશોરી બિનહરીફ ચૂંટાઈ આવતા બીજેપી કાર્યકર્તાઓ પધધિકારીઓ સહીત માર્કેટના વેપારીઓએ તેમની જીત ને ઢોલ નગારા તેમજ ભવ્ય આતીશબાજી સાથે વધાવી લીધી હતી.
ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિના ચેરમેનના કાર્યકાળની અવધિ પૂર્ણ થતાં આજરોજ એપીએમસીના સભાખંડમાં ચૂંટણી અધિકારી જિલ્લા રજીસ્ટર મહીસાગર એસ આર પટેલની અધ્યક્ષતામાં બપોરના ૧૨ઃ૩૦ કલાકે યોજાઈ હતી.જેમાં એપીએમસીના ૧૫ તેમજ ૨ સરકારી મળી તમામ સભ્યો હજાર રહ્યા હતા.જેમાં શ્રેયસભાઇ આઈ. શેઠ દ્વારા ચેરમેન પદ માટે કનૈયાભાઈ બચુભાઈ કિશોરીના નામની દરખાસ્ત મૂકી હતી.જેમાં સભાખંડમાં હાજર સભ્યોમાંથી કોઈએ પણ ફોર્મ ન ભરતા કનૈયાભાઈ બચુભાઈ કિશોરી સતત ચોથી વાર બિનહરીફ ચૂંટાઈ આવતા સભાખંડમાં ઉપસ્થિત સભ્યોએ કનૈયાભાઈ કિશોરીને અભિનંદન પાઠવ્યા હતા.ત્યારે બહાર મોટી સંખ્યામાં હાજર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ વેપારીઓએ કનૈયા ભાઈ ની જીતને ઢોલ નગારા તેમજ હવે આતીશબાજી વધાવી લીધી હતી.

કનૈયાભાઈ કિશોરી ચોથી વખત ચેરમેન તરીકે ચુંટાયા

ભારતીય જનતા પાર્ટીના કનૈયાભાઈ બચુભાઈ કિશોરી સતત ચોથી ટર્મથી એપીએમસીના ચેરમેનપદે આરૂઢ છે જોકે આજરોજ યોજાયેલી ચૂંટણીમાં છેલ્લા બે ટર્મની જેમ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આમ એપીએમસીના ચેરમેન પદે આરૂઢ થયેલા કનૈયાભાઈ કિશોરીહ્વ સતત ચોથી વખત અને સળંગ ત્રીજી વખત ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: