કોરોનાની ગાઈડલાઈનના ભંગ બદલ તંત્ર દ્વારા દાહોદમાં વધુ બે દુકાનો સીલ કરવામાં આવી

દાહોદ તા.૨૩

દાહોદમાં બે – ત્રણ દિવસથી એક્શનમાં આવેલ દાહોદ પાલિકા તંત્ર શહેરમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતાં વેપારીઓ તેમજ દુકાનદારો સામે લાલ આંખ કરી અગાઉ બે થી ત્રણ દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આજે વધુ ૨ દુકાનોને પણ કરવામાં આવતાં કોરોના ગાઈડ લાઈનનો ભંગ કરતાં વેપારી, દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

દાહોદ શહેર સહિત જિલ્લામાં દિવાળીના તહેવાર બાદ એકદમ કોરોના સંક્રમણના કેસો કુદકેને ફુસકે વધી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા અનેકવાર સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવા, ફરજીયાત માસ્ક પહેરવા તેમજ વેપાર, ધંધાની જગ્યાઓ ભીડ ભેગી ન થાય તેમજ સેનેટરાઈઝરનો ફરજીયાત ઉપયોગ કરવા પણ સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે દાહોદ નગરપાલિકાની ટીમ દ્વારા સરકારની ગાઈડલાઈનનું પાલન ન કરતા વેપારીઓ તેમજ દુકાનદારો પર બાંજ નજર રાખવામાં આવી રહી છે અને અગાઉ બે દુકાનોને સીલ પણ કરવામાં આવી હતી ત્યારે આજે વધુ બે દુકાનો પૈકી એક ગોધરા રોડ ખાતે આવેલ હરીઓમ સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ અને સ્ટેશન રોડ ખાતે આવેલ મયુર કંગન સ્ટોરને પણ સીલ કરી દેવામાં આવી હતી.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!